________________
-
-
-
-
-
| [ ૧૬૮]
પ્રબંધ ચિંતામણિ હવે તે દાસીઓએ રાણીના હુકમથી સર્વ સ્ત્રીઓને લાવે છતે તેઓ (દાસીઓ)ની પાસે તેણે (રાણીએ) ઉન્માદ ઉત્પન્ન થાય એ મૂઢતા નામનો દારૂ તુરત મંગાવ્યું. તે અવસરે તે (રાણીને સ્નેહને લઈને તેની શોક (વીવપ્રીતિનાથાલા) પણ ત્યાં આવી અને રતિ, પ્રીતિ, અસૂયા તથા આત્તિ પ્રમુખ કામની સ્ત્રીઓ પણ આવી. પછી સદ્ભક્તિપૂર્વક ગોત્ર દેવતાની પૂજા કરીને તે સઘળી સ્ત્રીઓએ ગળા સુધી મદિરારસનું પાન કર્યું. એવી રીતે અત્યંત મંદિરાપાન કરવાથી વૃણિત થયાં છે લચનો જેના એવી, ઉપરા ઉપર કામભેગના વચનરૂપ તાંબુલ લેવાથી પ્રબળ મદવાળી થયેલી, રાસકીડામાં કામદેવના ગુણની શ્રેણીનું ગાયન કરતી અને આભૂષણોના અવાજથી, હાથના તાળેટાથી અને મશ્કરીવાળાં ભાષણેથી જાણે સ્ત્રીયારાજ્યને * વિસ્તારતી હોય એવી તે સ્ત્રીઓએ વધામણાનો ઉત્સવ કર્યો.
તે અવસરે સમસ્ત રાજકુળ હર્ષના કેલાહલથી વ્યાસ થયે છતે મેહરાજા આગામી કાળ સંબંધી હકીકતને ધ્યાનમાં લેતે છતે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યું કે
અરે નિર્બળ સ્ત્રીઓ તમારી મરજીમાં આવે તેમ ઉત્સવને વિસ્તારે, પણ વિવેક જે જીવતે ગયો છે તે મને ફરી ફરીને પીડા કરે છે. બાળકની માફક સ્ત્રીએ બુદ્ધિવિકળ (રહિત) હોવાથી તેઓ આવતા કાળમાં થવાવાળી સ્થિતિને જાણતી નથી. તેમજ પુરુષોને વિષે પણ એવા છેડા જ હોય છે કે જેએની મતિ આગામી કાળના કાર્યને વિષે પહોંચી શકે