________________
[ ૧૭ ].
પ્રબોધ ચિંતામણિ તમને જેવાને ઈચ્છે છે.” પછી “તેને શીઘ અહીં લાવ” એવા મહરાજાના આદેશથી છડીદારે વાઘની માફક પુષ્ટ સ્કંધવાળા કળિકાળને સભાની અંદર પ્રવેશ કરાવ્યું. રેષથી નેહ વિનાના મુખવાળો, લોઢાથી વધાયેલાની માફક કર્કશ અને દેખ્યાં છતાં પણ અનન્ય સદૃશ એવા કળિકાળને જોઈ સભાના લોકોને આશ્ચર્ય ઉત્પન્ન થયું. મદ અને ગૌરવને ત્યાગ કરીને તેણે મેહરાજાના ચરણમાં નમસ્કાર કર્યો, જે કે શત્રુઓને વિષે ભયંકર છે પણ મેહ પ્રત્યે તે નેહવાળે છેપછી સ્વાગતના પ્રશ્ન પૂર્વક મેહરાજાએ તેને કહ્યું કે “હે મિત્ર! તું ઘણકાળે આજે દેખાય છે. તારૂં અહીં આવવાનું કારણ શા હેતુથી થયું છે?” કળિકાળ કહે છે. કે “મહારાજ જ્યારે ભાગ્ય પરિપકવ થાય છે ત્યારે (તમારા જેવા) સ્વામીનો સમાગમ થાય છે. મારે અહીં આવવાનાં બે કારણ છે. એક તે તમારા પુત્રને ત્રણ જગતને જીતવાવાળે સાંભળીને તેને જોવા માટે આવ્યો છું કેમકે મેટા વીરપુરુષનું મુખ જોવું તે પણ મહા ફળદાયક છે; અને બીજું કારણ એ છે કે શત્રુ જીવતે નાસી જવાથી દુઃખી થયેલા જે તમે તેના પક્ષમાં (સહાય કરવાને માટે) તૈયાર થઈને આ છું કેમકે તે વિવેક પ્રથમ મારો પણ શત્રુ હતા (ખરેખર કળિકાળમાં વિવેકની દુર્લભતા એજ વૈરભાવને સૂચવે છે). હવે જે તમે આદેશ આપે તે હું અહીં તમારી પાસે સ્થિતિ કરું (રહું). તમારા શત્રુઓનો ઉચ્છેદ કરું અને તમારે વૈભવ વધારું. હે દેવ ! પ્રવચન નપુર જે કારણથી તમને દુખે ગ્રહણ કરી શકાય તેવું થયું