________________
[ ૧૫૮ ]
પ્રબોધ ચિંતામણિ આપણી ભૂમિવધારે વધારે દબાવતે આવે છે. મેહરાજા પણ પુત્રના પ્રેમથી તેના બળમાં વધારે કરે છે. આને પરિવાર પણ ઉણ છે અથવા પોતાની મેળે પણ આ કામ જગતને જીતવાવાળે છે, માટે હમણું તેની સાથે હું યુદ્ધ શરૂ નહીં કરું; કેમકે શત્રુના વાહન અને આસન વિગેરે જાણુને પછી યુદ્ધ કરવામાં આવે છે, તે જ જીતવાની ઉછાવાળાને જય મળે છે. જુઓ ! પ્રાતઃકાળમાં સૂર્ય અંધકારને ભેદીને રાજાની માફક ઉદય પામે છે. પરંતુ આશ્ચર્ય છે કે તેજ સૂર્ય રાત્રિ ને અંધકાર પુષ્ટ થવાથી ચેરની માફક નાશી જાય છે, (અસ્ત પામે છે.) માટે જે અવસર જાણે છે તેનેજ ઈબ્રાર્થની સિદ્ધિ થાય છે, કેમકે શાળ (ચોખા) વાવવાના કાળમાં ઘઉને સારી રીતે પાણી પાયું હોય તે પણ ફળ ગ્રહણ કરી શકાશે નહીં. ગાયન, નાટક, લક્ષ્મી, સ્ત્રી, આભૂ પણ, ભજન, પાણી, અને સાકર-આ સર્વ વસ્તુ અવસર પરશુપણું વિના પ્રીતિરૂપ વેલડીને કાપવાને પશુપણું ધારણ કરે છે (કુહાડાનું કામ કરે છે). પથ્થર, રાખ, ઘાસ, ફૂલ, ધૂળ, અંધકાર, અગ્નિ અને ઝેર–આ સર્વે વસ્તુ અવસરે પ્રીતિની વૃદ્ધિ કરનાર થાય છે. માટે હમણાં તે હું અહંત સ્વામીને શરણે જઈશ અને તેમની ભક્તિથી સંયમશ્રી કન્યાને પરણીશ. તેને સ્વીકાર કરવાથી હું અને સર્વે પરિવાર પણ કપટપણાનો ત્યાગ કરીને શત્રુનું વિદારણ કરવામાં દક્ષતા પામશું. ગુરુરૂપ નિમિત્તઆનું કહેલું વચન મા દયમાં હજી પણ અતિશય શબ્દ કરે છે, તેથી તેના ઉપદેશથીજ શત્રુને દુર્બળતા પમાડીશ. (આમ નાશી જવાથી) કેટલાએક