________________
----
[ ૧૫૬ ]
પ્રબંધ ચિંતામણિ સ્ત્રીઓ કેને ભેદતી નથી? અર્થાત્ સર્વને ભેટે છે. ગુફાની જેવા મોટા ઉદરવાળી આ પાર્વતી છે અને પુત્ર છ મુખવાળે છે. આ બેઉનું પિષણ માટે કેવી રીતે કરવું ? મને ધિક્કાર થાઓ ! કામે શસ્ત્ર વિના મારે વધ કર્યો છે. અથવા હું પુત્રનો તે જેમ તેમ નિર્વાહ કરીશ પણ કઈ રીતે જેની ઈચ્છા પૂરી થાય નહીં તેવી સ્ત્રી તે મુશ્કેલીથી પેષણ થાય તેવી છે. અરે ! અત્યંત પીડારૂપ સમુદ્રમાં હું ડુબી ગયે છું. હવે શું કરું ?” આ પ્રમાણેની વિચારણા કર્યા પછી બુદ્ધિ ઉપ્ત થઈ છે જેને એ અને બે પેટ ભરવામાં અસમર્થ એવો શંભુ (મહાદેવ) વિરહ નહીં સહન કરી શકવાનું બાનું કાઢીને પાર્વતીની સાથે અભિન્ન (એક) શરીરવાળા થઈ ગયા, અને ઉદ્વેગ પામેલા મારા પિતાને વંશની વૃદ્ધિથી દુઃખ થાય છે (માટે મારે તેને દુઃખી ન કરવા) એમ વિચારીને ‘તેના પુત્ર (સ્કંદ) બ્રહ્મચારીપણું અંગીકાર કર્યું.
આ પ્રમાણે શિવને વશ કર્યા પછી પાણીને પવિત્રતા આપનાર, સર્વ દેવની પૂજાના પ્રવર્તાવનાર, અંધકારના સમૂહનો નાશ કરનાર, સર્વ કાર્યોના સાક્ષી, નિશાચાર (ચાર)ને જીતનાર, નેત્રની રચનાને સફળ કરનાર, મહાદેવને પૂજનીક, લોકને પ્રકાશ કરનાર, કાદવનું શોષણ કરનાર, પોતાને ઈષ્ટ ( સૂર્યવિપ્રકાશી) કમળને રોભા આપનાર અને ચક્રવાક પક્ષીના શકને ટાળનાર–એવા સૂર્યને પણ પોતાના સ્ત્રીદ્ધા પાસે વિન્ડવળ કરાવીને કામદેવે ઉલ્લેખિત (ઉજાડેલ) કર્યો. દેવામાં મુખ્ય એવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને સૂર્ય પ્રમુખને જીભે છતે પિતપતાને ઠેકાણે રહેલા ભૃગુ, વત્સ,