________________
પ્રબંધ ચિંતામણિ
[૧૫]
(મહાદેવી! તું કાયરપણું ન કર. કેમકે તું મખને ભેદનારે અને કાળ નામના દૈત્યનો ઘાત કરવાવાળે છે. (અર્થાત્ આવે શૂરવીર થઈને આ પ્રમાણે કાયરપણું શા માટે કરે છે?) માટે સતી અને વારંવાર પુત્રાદિકનો પ્રસવ ન કરે તેવી એક હિમાચળની પુત્રી પાર્વતીને સ્ત્રી તરીકે તું અંગીકાર કર. આટલાથીજ હું તને મૂકી દઉં છું.” કામદેવનું આ વચન કબુલ કરીને મહાદેવે તે પ્રમાણે (પાર્વતીનું પાણિગ્રહણ) કર્યું. પછી અવસરે પુત્રનો જન્મ થવાથી ભિક્ષાભજનથી ઉગ પામેલી પાર્વતી મહાદેવને કહેવા લાગી કે “હે શ્રીકંઠ (મહાદેવ)! ભિક્ષાવૃત્તિ કરવી તે તે ભિક્ષુકેનેજ શા માટે હોય પણ ગૃહસ્થીઓને ન હોય, માટે શરીરના નિર્વાહ ગ્ય મને ભેજન આપો. ઉત્તમ સ્ત્રીની માફક ઉત્તમ ભેજનવડે મનુષ્યનો જન્મ પ્રશંસવા લાયક ગણાય છે, માટે હે પ્રિય! તેવા ભેજનને મેળવવા યત્ન કરો. આળસુ મનુષ્યનો ઉદય ક્યાંય પણ થતું નથી, માટે શ્રીકૃષ્ણ પાસે પૃથ્વીની, કુબેર પાસે બીજની, બળભદ્ર પાસે હળની અને યમરાજા પાસે પાડાની પ્રાર્થના કરે. બળદ તમારી પાસે છે અને ત્રિશુળમાંથી ફાળ (રાફ) બનાવે. તમારું અન્નપાન તૈયાર કરવામાં હું સમર્થ છું અને સ્કંદપુત્ર બળદનું રક્ષણ કરવામાં સમર્થ છે. માટે હે હર (મહાદેવ)! ભિક્ષાના ભેજનથી હું બળી રહી છું તેથી તમે ખેડ કરે. (આવું પાર્વતીનું વચન તમારું રક્ષણ કરે).” આ પ્રમાણેનાં પાર્વતીનાં વચનો સાંભળીને મહાદેવ વિચાર કરે છે કે “અરે! જે મેં અગાઉ કહ્યું હિતું તેજ આગળ આવ્યું. પાણીની માફક ફેલાવે પામેલી