________________
[૧૫૪]
પ્રબંધ ચિંતામણિ એવી આ સ્ત્રીઓ ધુમાડા સહિત અગ્નિ હોય તેવી જણાય છે. તેને વિષે અજ્ઞાની પુરુષ જે આસક્ત થાય તે તે બળીને ભસ્મ થઈ જાય છે. વાઘણ અને અર્પણ શ્રેષ્ઠ છે કે જે (કરડવાથી) એકજવાર મરણ પમાડે છે; પણ નિરંતર મરણથી
અધિક કલેશ કરવાવાળી સ્ત્રી સારી નથી (કેમકે તે અનેક ભમાં મરણ પમાડે છે). ત્રીવલી રૂપ તરંગવાળી અને હાસ્યરૂપ ફીણવાળી સ્ત્રીઓ એક નવી નદી તુલ્ય છે. જેમાં
સ્તનરૂપ તટ (કિનારા) સાથે અથડાતું યુવાન પુરુષોની દૃષ્ટિરૂપ નાવ ડુબી જાય છે. એક કે બે નેત્રવાળાનેજ રાત્રિ પ્રકાશની હણનારી થાય છે પણ આ સ્ત્રીરૂપ રાત્રિ છે. કેઈ કેઈ નવીન છે કે જેમાં હજાર આંખવાળે (ઈંદ્ર) પણ મેહ પામે છે. ચપળ ચિત્તરૂપ વાંદરાવાળી અને કામરૂપ ભીલ્લોવાળી આ સ્ત્રીરૂપી એક નવીનજ અટવી છે કે જેમાંથી ઉખન્ન થયેલ રાગરૂપ અગ્નિ દેખવાવાળાનું પણ સર્વસ્વ બાળી નાંખે છે. ભવરૂપ અટવીમાં મેહરૂપ શિકારીએ સ્ત્રીરૂપ જાળ વિસ્તારી છે કે જેમાં ભેળા મૃગે દૂર રહે પણ પંડિતે પણ બધાઈ જાય છે. જેનો મધ્ય ભાગ (હૃદય) ન જાણી શકાય તેવી અને અંધકાર (અજ્ઞાન)ના ઘર તુલ્ય સ્ત્રીરૂપ ગુફા છે કે જ્યાં વિલાસરૂપ અજગર મહાન પુરુષોને પણ ચાવી જાય છે (ગળી જાય છે). તેટલા માટે એ સ્ત્રીઓથી હું બીઉં છું. માટે મને તપસ્વીને મૂકી દે. શું ઇદ્ર, ઉપેદ્રાદિકથી તારી યુદ્ધ કરવાની હોંશ પૂરી થઈ નથી ? - આ પ્રમાણેના શિવનાં વચનોથીકૃપા ઉપ્ત થઈ છે જેને એવો સ્મર (કામદેવ) કહેવા લાગ્યું કે “હે શૂલિન