________________
પ્રબંધ ચિંતામણિ
[૧૧૭]
વશિષ્ઠ આદિ મહર્ષિઓને મન્મથે (કામ) કંપાવ્યા. કામના મારથી ભય પામેલા અને બીજે કઈ માગ નહીં દેખવાથી તે સર્વ મહર્ષિઓએ એક એક સ્ત્રીરૂપ સુભટનું શરણ અંગીકાર કર્યું. આ પ્રમાણે સ્વર્ગથી પાતાળ સુધી આખા જગતને વશ કરીને પુણ્યરંગપુરના નાશને માટે પ્રતિજ્ઞા કરી છે જેણે એવા કામસુભટે તે નગર ઉપર ચડાઈ કરી. " (કામસુભટના આવ્યા પહેલાં) તે પુણ્યરંગનગરનો કાંગરાઓ સહિત કિલ્લે આગામી કાળમાં થવાવાળા નગરભંગના ભયથી અતિશય કપાયમાન થવા લાગે અને પિતાના અધિકારથી પતિત થવારૂપ દુઃખસમુદ્રના બિંદુની ઉપમાવાળા મોટાં મેટાં આંસુઓથી અધિષ્ઠાતા દેવી ખુલ્લી રીતે સેવા લાગી. વિશ્વમાં વ્યાપ્ત થયેલ સ્મર (કામ)રાજાના પ્રતાપની ગરમીથી હણાયા હેય નહીં તેમ અકસ્માત સર્વ આરામ શોભારહિત (સુકાઈ ગયેલાં) થઈ ગયાં. ભવરૂપ અરણ્યમાં રહેવાવાળાં ખરાબ આશય (અભિપ્રાય) રૂપ શશલા, મૂઢતારૂપ હરિણે અને નિર્દયતારૂપ સુવર વિગેરે નગરમાં ચારે બાજુ ભમવા લાગ્યાં. મિથ્યાદષ્ટિને વિષે રાગરૂપ લેહીના બિંદુઓ પ્રગટ થયાં અને મનુષ્યના માથાના મુગટ ઉપર લેક અપવાદરૂપ કાગડા બેસવા લાગ્યા. અગ્નિખુણાના વાયરાથી જેમ મેટા સમુદ્રમાં સેંભ ઉપ્તન્ન થાય તેમ શાંતિવાળા નગરમાં પણ આ (ઉપર કહેલ) ઉખાતેથી સર્વ ઠેકાણે લેભ ઉન્ન થયો.
હવે આ બધું જાણીને વિવેક વિચાર નામના મિત્રની સાથે વિચાર કરે છે કે-“આપણે મહાન શત્રુ સ્મર (કામ)