________________
પ્રબોધ ચિંતામણિ
[ ૧૫૯] મને ડાહ્યો (અવસરનો જાણ છે એમ) કહેશે અને કેટલાએક મને બીકણ પણ કહેશે, પરંતુ ખુલ્લા મુખવાળા લેકેનાં કેટલાંક વચન હૃદયમાં ધારણ કરીએ? ચકવાક પક્ષી આનંદ પામે અને આનંદ વિનાના ઘુવડે નિંદા કરે તો પણ સૂર્ય પિતાની સ્વાભાવિક ગતિ છેડતું નથી. અરે મિત્ર! પિતાની પત્નીનો ત્યાગ કરતાં નળરાજાની અને પોતાનું સ્થાન મૂકતાં કૃષ્ણની મનુષ્યના અસંબંધ વચનોથી ખલના થઈ છે તે શું તું જાણતા નથી? (માટે આપણે આ વખતે લોકોના બોલવા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. તે વિચાર મિત્ર! મારા ગયા પછી તું નગરના લોકોને ત્યાં (પ્રવચનપુરમાં ) લાવજે, કેમકે પાછળથી (મારા જવા પછી) આપણો પક્ષપાતી કેઈપણ તે કપાયમાન થયેલા કામના ફસામાં આવી
ન પડે.”
( આ પ્રમાણે વિચારને ભલામણ કરે છે) તેટલામાં (સંયમશ્રીને માટે અહંત પાસે જે ઉત્તમ પુરુષોને મેકલ્યા હતા તે આવી પહોંચ્યા અને મસ્તકે હાથ જોડી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે “હે સ્વામિન ! તે અહંત ભગવાન તમારા ઉપર અત્યંત પ્રસન્ન થયા છે, અને કેઈપણ જાતની વાતચિતમાં ગુણોના આધારભૂત એક તમને જ કહે છે. હે ગુણવડે ઉજવળ ! તમારા સિાય બીજો કોઈ તેને ગૌરવ કરવા લાયક નથી. તેને જોવાથી જ તમારી ઈચ્છાર્થની સિદ્ધિ થઈ એમ સમજજે. એમાં કોઈપણ સંશય નથી.” આ પ્રમાણેનાં તેઓનાં વચનને ઉત્તમ શકુન તરીકે માનીને વિવેકરાજા ત્યાંથી નીકળે, અને સુખે સુખે પ્રવચનપુર પહોંચ્યા.