________________
1
-
-
-
-
પ્રબંધ ચિંતામણિ
[૧૧] પુત્ર! તું દયા કરીશ નહીં. કહ્યું છે કે – हीरर्थिनि क्षमा क्षत्रे तुष्नीकत्वं च वादिनि । वेश्यायां प्रेम कोरूण्यं जिर्गीषौ नेष्टसिद्धये ॥
યાચકને વિષે લજજા, ક્ષત્રીઓને વિષે ક્ષમા, વાદીને વિષે મૌનપણું, વેશ્યાને વિષે પ્રેમ, છતવાની ઈચ્છાવાળાને વિષે કરૂણા એ ઈષ્ટ સિદ્ધિને અર્થે થતાં નથી.” તેમજ વળી. गुणा अपि कापि भवंतिदोषा,दोषा अपि क्वापि गुणा भवंति । स्नानक्षणे द्वेषकरी विभूषा, चिरायुषे चानृजुता महोद्रोः ।।
ગુણે પણ કઈ ઠેકાણે દોષરૂપ થાય છે અને દોષ પણ કઈ વખત ગુણરૂપ થાય છે. સ્નાન કરવાનો અવસરે આ ભૂષણ કષને માટે થાય છે અને મોટા વૃક્ષની વાંકાઈ ઘણા આયુષ્યને માટે થાય છે, અર્થાત્ વાંકું વૃક્ષ ઘણો વખત ટકી રહે છે; વાયરાથી એકદમ સીધા વૃક્ષની માફક તે ભાંગી જતું નથી.”
વળી મોહ કહે છે કે-“હે કામ! પ્રવચનપુરના રાજ્યનું પાલન જે અર્હત કરે છે તેનો તે તારે ત્યાગ કરવો; તેની દષ્ટિ બીજાઓને કલ્યાણકારી છે, પણ આપણે સમુદાયવાળાઓને તે ભય આપનારી છે. તે એક પ્રવચન નગર વિના આપણું રાજ્યમાં શું ન્યૂનતા છે? ઝાડને એક પાંદડું ન હોય તે શું તેની ઉત્કૃષ્ટ છાયા ચાલી જાય છે? અર્થાત્ નથી જતી. તે યુવાન છે, શૂરવીર છે, તે પણ (અમુક) સ્થાન પ્રત્યે જવાની (પિતાની) ગ્યતા જેવી જોઈએ. કેમકે