________________
પ્રબંધ ચિ મણિ
[ ૧૪૯] અમારી સાથે તારી સ્પર્ધા શું ગણતરીમાં છે? અમારા દષ્ટિરૂપ આણથી વીંધાયેલે, ભુજારૂપ પાશથી બંધાયેલ, વચન રૂપ ભાલાથી જર્જરિત થયેલે અને સાથળરૂપ સાણસાથી દબાએલ તું અમારી આગળ શું હિસાબમાં છે ? (અર્થાત્ અમારી આગળ તારું કાંઈ જેર ચાલવાનું નથી.) જેઓ અમારા કહ્યાથી વિપરીત ચાલે છે તેવા મનુષ્યને અમે અમારું શરીર અસાર, અશુચિ અને બીભત્સ બતાવીએ છીએ. વળી અમે કંપટ કરવાના ગેને પણ જાણીએ છીએ, માટે હે ગોપ તું શું જાણે છે? માટે હે કૃષ્ણ જ્યાં તે અમારી સાથે આવીને મળ; અથવા તપનું સેવન કરવાને [કઈ સ્થળે અથવા મહાત્મા પાસે જા, પણ સ્ત્રી વિના ઘરને વિષે તે તારે નિવાસ અમે સહન કરીશું નહીં.” આ પ્રમાણે તે સ્ત્રી દ્ધાઓનું ઘણું બળ દેખીને તેઓનાં વચન માત્રથી જ કલાનિ પામેલા પદ્મનાભ (કૃષ્ણ સ્થિર રહેવાને અથવા નાસી જવાને સમર્થન થયા. એટલે પછી કંસાદિનો નાશ કરવાથી પ્રાપ્ત થયેલી પિતાની પ્રસિદ્ધિ ફેગટ છે એમ હૃદયમાં વિચાર કરતે ચક અને ધનુષ્ય ધારણ કરવાવાળા કૃષ્ણ તત્કાળ તે સ્ત્રીઓની સાથે સારી રીતે મળી ગયે. ત્યાર પછી તે સ્ત્રીરૂપ દ્વાએ પિતાની ઈચ્છા પ્રમાણે રાજમંડળના નિયંતા કૃષ્ણને નાથ હાસ્ય અને કીડા કરાવવા લાગ્યા, તો પણ તેણે તેઓની સાથે જરા પણ અભિમાન કર્યું નહીં. તે ગોપીઓના ઘણા વખતના પરિચયથી નિર્ભય થયેલા કૃષ્ણ પણ તેઓનાં વસ્ત્ર ખેંચવા, વસ્ત્રનો છેડે ઉપર નાખે, હાથથી મારવું અને પગથી મર્દન કરવું વિગેરે કરવાં લાગ્યા.