________________
-
-
-
-
-
-
-
-
પ્રબોધ ચિતામણિ
[૧૫] ભુજાદંડની ઉગ્રતાને સ્કુરાયમાન કરવાવાળા અને આગળ પ્રયાણ કર્યું છે જેણે એવા કામદેવે નજીકમાં એક મોટો પર્વત છે. તેને જોઈને કામદેવે પૂછ્યું કે “અરે ! આ ઉંચા શિખરવાળે કર્યો પર્વત છે અને આનો સ્વામી કેણું છે?” આ પ્રમાણે તેને પૂછવાથી સ્વામીને આધીન કરેલ છે શરીર જેણે એ મિથ્યાદષ્ટિ પ્રધાન કહેવા લાગ્યું કે “હે મહારાજ ! આકાશમાં ચાલતી વિદ્યાધરીઓને હાથમાં પકડયા વિનાના આરિસાતુલ્ય કેવળ સ્ફટિક પથ્થર (રત્ન)નો આ કૈલાસ નામનો પર્વત છે. જેમ અંધકારનો અતિશયપણે નાશ કરનાર સૂર્ય પૂર્વાચલ ઉપર શોભે છે તેમ આ (કૈલાસ)ને શિખર ઉપર રહેલા અંધક શત્રુનો નાશ કરનાર શંભુ (મહાદેવ) તેથી પણ વધારે શેભે છે. આકાશથી ઉતરતી ગંગા પૃથ્વીને દબાવી ન દે તેટલા માટે જટારૂપ શિખરથી શોભિત મસ્તક ઉપર તેમણે તે (ગંગા)ને ધારણ કરી છે. અહીં સમુદ્રને મથન કરવાથી પેદા થયેલ ઝેરને ખાવાની ઈચ્છાવાળા મહાદેવને વિષે ત્રણ ભુવનમાં ભયંકર એવા સર્પો ભૂષાપણાના ભાવને પામ્યા છે (અર્થાત્ ઘરેણાને ઠેકાણે સર્પે છે). આ વિદ્વાન સ્વામી (મહાદેવ)નું ત્રીજું નેત્ર એક જવાળા વડે આખા જગતને બાળવાને અર્થે અગ્નિના કુંડની માફક આચરણ કરે છે. જે શ ( શિવધામ ) ભમ (ચોળવા)થી શત્રુઓની આંખને અંધપણું વિસ્તારે છે તે શે, દૈવથી નિર્ભય એવા મહાદેવનો કઠોર વાણવાળે પરિવાર છે. આ મહાદેવ સમગ્ર વિશ્વનો સંહાર કરનાર છે, એમાં કાંઈ આશ્ચર્ય નથી; કેમકે ભાર્ગવ (પરશુરામ) નામના તેના શિષ્ય પણ ક્ષત્રીઓના વંશનો ક્ષય કર્યો હતે. ધનુષ્ય,