________________
[ ૧૪૬ ]
પ્રબોધ ચિંતામણિ
ચેન્દ્વાઓને જેટલામાં યુદ્ધ કરવાને માટે તે પ્રેરે છે તેટલામાં તરૂપ થઈને રાગ ત્યાં આવ્યેા અને પ્રજાપતિ ( બ્રહ્મા ) પાસે જઇને કહેવા લાગ્યા કે હું બ્રહ્મા! તમે અકાળે મરે. નહીં, આ સ્મર (કામદેવ) વિશ્વનું ભક્ષણ કરનાર છે, અને મેહની આજ્ઞા બળવાન છે તેથી હમણાં કેઈપણ તેનાથી છૂટી શકવાનું નથી. હે પિતામહ ! સૈન્યવડે યુદ્ધ કરીને તેને જીતવાને તમે સમ થઇ શકશે! નહીં; માટે માન મૂકીને તે તે કામના એક સાવિત્રી નામના ચેાદ્ધાને તમે પાસે રાખેા, અને તેને ખેાળામાં બેસાડીને તેમજ ભાગવીને ઘણા કાળ સુધી જીવે. અને સુખી થાઓ. બળવાન પુરુષે દબાવ્યા છતા પેાતાના હિતના અર્થીએ કદિપણ ગવ કરતા નથી. આ પ્રમાણે રાગનું વચન બ્રહ્માએ માન્ય કર્યુ અને સાવિત્રીને અંગીકાર કરી. પછી તેવીજ રીતે સર્વ બ્રાહ્મણેાને પણ એક એક બ્રાહ્મણીની સાથે બાંધી લીધા, અર્થાત્ કામદેવની આજ્ઞાથી રાગે બ્રાહ્મણેાને પણ એક એક સ્ત્રી રખાવી. પછી જયવાળા કામદેવ વિકસ્વર મુખને ધારણ કરતા અને વસંત નામના મિત્રની સામું જોતા ત્યાંથી આગળ ચાલ્યું. ત્યાં નજીકમાં એક અદ્ભુત પુરુષને તેણે જોયા. તેને જોઇને ‘રામચંદ્રના જેવી કાં તવાળા અને અરિષ્ટ રત્નોથી બનેલા કૃષ્ણની જેવા તેમજ લેાકાર્ષિક આકૃતિવાળા યમુના નદીને કિનારે આ કણ ક્રીડા કરે છે ?' આ પ્રમાણે કામદેવે પૂછવાથી (પાપશ્રુત નામનો) માગધ (ભાટ) કહે છે કે “હે મહારાજ ! સાંભળેા, શત્રુઓથી દુઃખે દેખી શકાય એવે આ વૈકું′3 નામનો લાક છે, તેના સ્વામી વેદના પારને પામેલા આ નારાયણુ છે.