________________
પ્રબોધ ચિતામણિ
[૧૩૭]
કે “હે વત્સ ! આવા પરાક્રમ કરીને તું વંશને ઉદ્યોતિત કરે છે અને સાંભળવાવાળાની સભાને વિષે પણ પિતાના સંદેહને તું હણે છે (દૂર કરે છે). આ રાજ્યની ધુરા કેના ખભા ઉપર સ્થાપન કરીને હું સુખી થઈશ ? એ પ્રમાણે ચિંતારૂપ સમુદ્રમાં ડુબેલો એ જે હું તેનો ઉદ્ધાર કરવાને તારી વાણું વહાણની માફક આચરણ કરે છે. જેમ ઘુણ લાકડાની, ધૂમાડો અગ્નિની, વ્યાધિ શરીરની, બુધ ચંદ્રમાની, લાખ વૃક્ષની અને કાદવ પાણીની શેભાનો નાશ કરે છે, તેમ કુપુત્ર પિતાની શેભાનો નાશ કરે છે, અને જેમ તેજમતુરીને સોનું, પાષાણને બિંબ (પાષાણુની ઘડાયેલી મૂર્તિ), કાદવને કમળ, સપને મણિ અને માટીને ભરેલો ઘડે શોભાને માટે થાય છે તેમ સુપુત્ર પિતાના પિતાની શોભાને માટે થાય છે. હે પુત્ર! આ સંપૂર્ણ શત્રુના મંડળને તું નિચે કરી જીતીશ, કેમકે આ તારો મકરધ્વજ (ચિન્હ) દૂરથી દેખતાં પણ ભયને માટે થાય છે. (ભય ઉપજાવવાવાળો થાય છે). આ તારે હાલો સારથિ વસંતઋતુ એટલે પણ અવસર પામીને સંપૂર્ણ વિશ્વને ચેતનાના ગુણથી નિર્ધન કરવાને સમર્થ છે. બાળપણથી તારે વહાલે આ ઉન્માદ નામનો મિત્ર દારૂ પીધેલાની માફક જગતને ક્ષણવારમાં પરવશ કરે (તે) છે. ભમરાઓ જેની અંદર રહેલા છે એવા, ધનુષ સહિત, તારાં પુષ્પરૂપ બાણો જાણે વિષથી યુક્ત હેય નહીં તેમ સ્પર્શવડે પણ ચેતનાને હણે છે. હે પુત્ર ! કવિક૯પો તને સહાય કરવાવાળા છે. તેને પ્રાણાયામ અને આસનાદિકથી નિવારણ કર્યા છતાં પણ તે મનુષ્યના હૃદયમાં