________________
પ્રબંધ ચિતામણિ
[ ૧૩૫]
કારણકે વિસ્તારવાળું રાજ્ય, ઉત્તમ પરિવાર, લક્ષ્મી, પુષ્કળ બળ (લશ્કર) અને પરિપૂર્ણ ભંડાર–આ સર્વ જે પ્રમાણે વિવેકને છે તે પ્રમાણે તમારે નથી. વિવેકનું રાજ્ય દષ્ટિગોચર થેયે છતે પંડિત પુરુષે તમારા રાજ્યને, જેમ ઈંદ્રના શહેરની પાસે ભીલના મુકામને માને, તેમ માને છે. અહીં રહેલા જે બાળકે, યુવાનો, પુરુષ અને સ્ત્રીઓ છે તે સર્વે વિવેકની પાસે જવાથી જાતી વૈરીની માફક મારવાને તયાર થશે (એમ સમજજે). તેના કેટલાક માણસ મહામંત્રનો જપ કરે છે, કેટલાક રાતદિવસ શ્રમ (તપસ્યા) કરે છે, કેટલાએક ઉપવાસાદિ અને તિણ કરે છે અને કેટલાએક શત્રુનો વિનાશ કરવામાં ઉપયોગી એવા યંત્રે લખે છે. આ પ્રમાણે તેના રાજ્યમાં તેના સર્વ મનુષ્યનો ઉદ્યમ તમારા વધને માટેજ છે, અને તમારી નગરીમાં રહેવાવાળા લોકોને સુખની વાર્તા વડે લેભ પમાડીને તેઓને મેક્ષનગરમાં નિવાસ કરાવવાનું વિવેક હમણાં ઈચ્છે છે; પરંતુ હે નાથ ! નિગોદ નગરીમાં વસવાવાળા જ ઘણા હોવાથી તમારે આ વાસ ખાલી થાય છે તેની તમને ખબર પડતી નથી.”
આ પ્રમાણે દંભ પાસેથી બધા સમાચાર સાંભળીને મેહરાજા હવે શું કરવું ? તેને વિચારમાં જડ થઈ ગયે, અને શાખાથી ભ્રષ્ટ થયેલા વાંદરાની માફક થોડીવાર નિશ્ચળ શરીર રાખી રહ્યો. આ વખતે અવસરનો જાણુ પંચશર (કામદેવ) નામનો તે (મેહ)નો પુત્ર શત્રુના વંશના વિસ્તારની ચિંતાથી મલિન મુખવાળા થયેલા મહારાજાને વિનંતિ કરવા લાગે કે “હે તાત ! હું એક તમારા નાના સરખા ચાકર