________________
[ ૧૩૮]
પ્રબંધ ચિંતામણિ
પ્રવેશ કરી જ જાય છે. સર્વ રસમાં શ્રેષ્ઠ આ શૃંગારરસ, તારા સૈન્યની બેઉ બાજુએ સંજોગ અને વિપ્રલંભ (લભાવવું અગર ભેળવવું) એવાં બે રૂપ ધારણ કરીને સૈન્યનું રક્ષણ કરવાને રહ્યો છે. આ મિથ્યાદશન નામને પ્રધાન તારી સાથે લઈ જવા જેવો છે; કેમકે જે દેવાદિ (આદિ શબ્દથી ગુરુ, ધર્મ વિગેરે લેવું)થી તારે મહોદય થવાનો છે તેનેજ (હરિહરાદિકને) દેવાદિપણે આ પ્રધાન કહેશે. નિરંતર પ્રીતિવાળી રતિ અને પ્રીતિ નામની આ બેઉ તારી સ્ત્રીઓ છે. તેઓ નેહની દૃષ્ટિએ જોઈને યુદ્ધમાં તારા બળનો વધારે કરશે. સેનાની આગળ ચાલનારી કામની દશ અવસ્થારૂપ જે તારી દશ પુત્રીઓ છે તેઓ શું બ્રહ્માનો પણ પરાભવ નથી કરતી? અર્થાત્ કરે તેવી છે. અંતરથી અશુદ્ધ અને બહારથી શિતળ કિરણે મૂકવાવાળો તેમજ મેળામાં ચપળ મૃગવાળે તારા સૈન્યમાં રહેલે ધૂત ચંદ્રમા કયા (વિરહી) સ્ત્રી પુરુષને વિઠ્ઠલ કરતે નથી? સ્ત્રીની સાથે ગેષ્ઠી (મિત્રાઈ, વાતચિત, આલાપ, વગેરે) કરવી તદ્રપગિની તારા રાજ્યની વૃદ્ધિને માટે કામણુટુમણાદિ કરવાવાળી છે, અને વિકથા (સ્ત્રી સંબંધી કથા, ભજન સંબંધી કથા, દેશ સંબંધી કથા અને રાજ્ય સંબંધી કથા આ ચાર વિકથા) રૂપ કથા ગ્રહણ કરી છે જેણે એવી તે ગિની કેને મૂછ પમાડતી નથી ? અર્થાત્ સર્વને પમાડે છે. કાનને અને નેત્રને પ્રિય આ ગીતકળા અને નાટય કળારૂપ ઠગારી (ધૂતારીઓ) જગતના મનુષ્યનો નાશ કરવાવાળી તારી સાથે છે. જેની ગંધ પણ બીજાઓ સહન કરી શકતા નથી એ આ