________________
[૬]
પ્રબંધ ચિંતામણિ વિશ્વથી વિલેમતા, નિર્માનતા અને અકિંચનતા વિગેરે સર્વે દોષે કહેવાય છે, છતાં પણ હે પ્રભુ ! તમારા ગ્રહણ કરવાથી તે સર્વ ગુણતાને પામે છે (અર્થાત્ દોષે બદલાઈને ગુણરૂપ થઈ જાય છે.)
નોટઃ અકમી-દુનિયામાં આ એક ષ ગણાય છે. કારણકે કઈ માણને અકમી કહીએ તે તેને દુઃખ લાગે છે. પણ તેજ દોષ જ્યારે પ્રભુનો આશ્રય કરે છે ત્યારે અકમી એટલે કર્મરહિત થવું એ ગુણને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બીજા ગુણો માટે સમજવું.
નિષ્કલતા-કળારહિતપણું એટલે કેઇ પણ જાતના ધંધા, વ્યાપારાદિમાં અજાણપણું આ દોષ ગણાય છે. પણ જ્યારે તે દેષ પ્રભુનો આશ્રય કરે છે ત્યારે તે નિષ્કલતા એટલે કઈ પણ જાતના શરીરના અવયવરહિતપણું એ ગુણને પ્રાપ્ત થાય છે. પાંચમું કલ્યાણક એટલે મરણ પામવું એ અન્ય પક્ષમાં દોષ, તે પ્રભુપક્ષમાં મોક્ષરૂપ થવાથી ગુણ. વિશ્વવિલમતા-દુનિયાથી વિપરીત ચાલવું તે દોષ. પ્રભુપક્ષમાં દુનિયાથી જુદો સંસારથી વિમુખ થવાનો રસ્તે એ ગુણ. નિર્માતા –એટલે કે ઈપણ જાતની ચાનક ન ચડવીનિર્માલ્યતા જણાવવી એ દુનિયામાં દોષ ગણાય તે તેજ જિનેશ્વરમાં ગર્વરહિતપણું ગણાવાથી ગુણ અકિંચનતાનિર્ધનતા એ દોષ, તેજ પ્રભુપક્ષમાં અપરિગ્રહી, નિર્મળ, નિઃસ્પૃહી એ રૂપ થવાથી ગુણ.