________________
પ્રબોધ ચિંતામણિ
[૧૭] બોલ્યો–“કાર્યના પ્રારંભમાં જે સ્ત્રીનું મુખ જુએ તે શું પુરુષ કહેવાય ?' આમ ઉપહાસ (મશ્કરી)થી બેલીને તેણે દંભને કહ્યું કે–“કહે હવે આગળ શું થયું ?” દંભ કહે છે કે “તે (વિવેકરાજા)ને ભવવિરાગ નામનો ન્યાયવાન પ્રથમ (મોટો) પુત્ર છે, જેણે પિતાની સહાયથી કયા બળપાન જીવને જીત્યા નથી? અર્થાત્ ઘણાને જીત્યા છે. તેને બીજા પણ સંવેગ અને નિવેદ નામના શત્રુને જીતવાવાળા બે પુત્રો છે કે જેમાં એક એક પુત્ર આ જગત્ની રષ્ટિ (રચના)ને મૂળથી ઉમૂલન કરવાને સમર્થ છે. ઉપરાંત પરાક્રમમાં જાણે વીરરસની અધિષ્ઠાતૃ દેવીઓ) હોય નહીં તેવી તેને દયા, મિત્રતા મુદિતા અને ઉપેક્ષા એ નામની ચાર પુત્રીઓ છે. સમ્યગદષ્ટિ નામનો તેને મહાઅમાત્ય (પ્રધાન) છે, જેની પુરુષ પ્રશંસા કરે છે, અને જેના દર્શન વિના પ્રસન્ન કરેલે વિવેકરાજા પણ વૃથા છે. તે (વિવેકરાજા)ના સામ્રાજ્યરૂપ વંશને ટેકે આપવાને રજજુ (દેરા) સમાન માર્દવ, આર્જવ, સંતોષ અને પ્રશમ નામના ચાર સામંત રાજાઓ છે. તેને સાત તવ (જીવ, આજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ)ના અવધ રૂપ સપ્તાંગ રાજ્ય છે અને દાનાદિ (દાન, શિયાળ, તપ અને ભાવ) ચાર ધર્મના ભેદરૂપ ચતુરંગ સેનાનું બળ છે. તેને વિમળબોધ નામનો કોટવાળ, ઉત્સાહ નામનો દંડનાયક, સદાગમ નામનો ભંડાર અને ગુણસંગ્રહ નામે કેઠાર છે. તે ઉપરામિકભાવ નામનો દાણ લેનાર દાણ છે અને સર્વ મનુષ્યને પ્રિય ન્યાયસં