________________
[૧૩૦ ]
પ્રબોધ ચિંતામણિ
એકાંત હિતકારી સમ્યકત્વ નામના પ્રધાને ગુરુરૂપ - તિષી (જ્યોતિષ જાણનાર)ને રાજ્યની વૃદ્ધિ અને શત્રુકુળના ક્ષય થવાનું કારણ પૂછ્યું. જ્યોતિષી કહે છે કે “હે રાજાને ગૌરવ કરવા લાયક પ્રધાન ! આ વાત હિતની ઈચ્છાએ વૃદ્ધ પુરુ પાસેથી પામેલા શ્રુતજ્ઞાનથી પહેલાં પણ હું જાણતો હતે, હવે સાંભળો–પ્રવચન નામનું શહેર પ્રથમ તમારું જાણેલું જ છે, તેનું દાતા, ઉદયવાન અને દયાવાન સર્વજ્ઞ મહારાજા પાલન કરે છે. તેને કેવળ શ્રી (સંપૂર્ણ—કેવળજ્ઞાન) નામની નિરંતર સાથે રહેવાવાળી રહ્યું છે, જેની દષ્ટિથી તે
કાલેકના વૃત્તાંતને જુએ છે. તે (કેવળશ્રી)ની સાથે એકાંતે નિરંતર સુખ મેળવવાની ઈચ્છાથી પોતાના રાજ્યની સર્વ સ્થિતિ તે મહારાજાએ વિવેકને સંપી છે. પરંતુ જ્યાં સુધી ભવસ્થિતિ છે ત્યાં સુધી સર્વજ્ઞ મહારાજને અને વિવેકને આ સર્વ પર્ષદાના લેકે સિદ્ધ વિદ્યાવાળા પુરુષની માફક બે રૂપ કરીને સેવે છે. તે સર્વજ્ઞ મહારાજને અનંત પરાકમવાળે સંવર નામનો એક સામંત છે. તે એકલે પણ સંગ્રામમાં સૈન્યસહિત મેહરાજાનો નાશ કરવાને સમર્થ છે. તેને સ્ત્રીના ગુણવડે મુખ્યતાને પામેલી મુમુક્ષુ (મોક્ષની ઈચ્છા) નામની સ્ત્રી છે, જેનું સ્વરૂપ અને સૌંદર્યતા જે ગીંદ્રો હોય છે તેજ જાણી શકે છે (બીજાઓ જાણી શકતા નથી. તે સંવર અને મુમુક્ષાને વિશ્વને હિતકારી અને મહા પરાક્રમવાળી, સંયમશ્રી નામની પ્રસિદ્ધ પામેલી એક પુત્રી છે જે દેને પણ દુર્લભ છે. જ્યારે તે નિર્દોષ શરીરવાળી સંયમશ્રીને વિવેક પરણશે ત્યારે જ નિમિત્તના જાણકારોએ તે (વિવેક)ના