________________
[૧૩૨]
પ્રબોધ ચિંતામણિ
રાખવું અથવા દુર્વિચારથી રેકી સવિચારમાં પ્રવર્તિત કરવું), કૌંચપક્ષીના (જવ ચણવાના) અપરાધને જાણતાં છતાં (તેનો બચાવ કરવાને માટે) નહીં બેલવાવાળા મેતાર્યમુનિને વચન ગુપ્તિ (કાંઈ પણ ન બોલવું–મૌન રહેવું) અ ૧ આપદાને વિષે પણ (કીડીઓએ શરીરને ચાલ જેવું કર્યું છતાં પણ) કાત્સર્ગ ધ્યાનથી ચલાયમાન નહીં થતાં સ્થિર રહેનારા ચિલાતીપુત્ર મુનિને કાયમુસિ (સ્થિર આસન, હાલવું ચાલવું નહીં તે) મેહને હણનારી થઈ છે. જેની સખીઓ પણ શત્રુનું ચૂર્ણ કરી નાખવામાં સમર્થ છે તે સંયમશ્રીનું બળ સાંભળીને દેવે પણ (આશ્ચર્યથી) મસ્તક ધુણાવે છે તે ખરેખર યુક્તજ છે. તેના પરણવાના પ્રારંભથી જ દંભાદિકની સાથે મેહ, ઉધઈ લાગેલા વૃક્ષની માફક (ઉધઈ લાગવાથી જેમ વૃક્ષ હળવે હળવે નાશ પામે છે તેમ) ક્ષણેક્ષણે નાશ પામશે. નિમિત્તિઓએ પ્રધાનને આ પ્રમાણે કહેલું સાંભળતાંજ બે સ્ત્રી કરવાના ભયથી આતુર થયેલે વિવેક બેલવા લાગ્યો કે “હે તાત! (હે તાત ! એ એક જાતનું સંબધન છે પણ પિતાવાચક નથી.) હું સ્વભાથીજ કમળ છું માટે આ (બે સ્ત્રી કરવાની) વાત સાંભળીશ પણ નહીં. જેના ઘરમાં સતી અને પુત્રવાળી એક સ્ત્રી વિદ્યમાન છે છતાં તે સ્ત્રીના મનને શલ્ય સરખી બીજી સ્ત્રી કે પુરુષ અંગીકાર કરે છે તે પુરુષ પાપથી લેવાય છે. જે પુરુષને બે સ્ત્રીઓ છે તેના બંને ભવ (આ ભવ અને પરભવ) એક બીજી સ્ત્રીઓના અપરાધને એક બીજી પાસે નિરંતર છુપાવતાં, અવશ્ય ભ્રષ્ટ થાય છે. (અર્થાત્ આ ભવનું સાધન તે કરી