________________
[૧૨૮]
પ્રબંધ ચિંતામણિ વાદ નામનો નગરશેઠ છે. પાંચ પ્રકારના વ્યવહાર (આગમવ્યવહાર, મુતવ્યવહાર, આજ્ઞાવ્યવહાર, ધારણાવ્યવહાર અને જીતવ્યવહાર) તે તેના કારણિયા (પંચાયત કરનારા) પુરુષો છે, અને સામાયિક આદિપકર્મના અનુષ્ઠાન કરાવનાર બડાવશ્યક (સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદનક, પ્રતિકમણ, કાયેત્સર્ગ અને પ્રત્યાખ્યાન) નામે તેને પુરોહિત છે. નવ રસને જાણનારા એવા તે (વિવેક)ને રસાયા તરીકે ધર્મોપદેશકે છે અને પાપની શુદ્ધિ કરનાર પ્રાયત્તિ નામનો જનાધ્યક્ષ (પાણી ખાતાનો ઉપરી છે. તેને શય્યાપાલ તરીકે સમાધિ જનનભાવ (સમાધિ ઉત્પન્ન કરનાર ભાવ) અને ધર્મરાગવિવન (ધર્મના રાગની વૃદ્ધિ કરનાર) નામે સ્થગીધર (પાનબીડા આપનાર) છે. વળી શુભ અચવસાય નામના બળથી ગર્વિત એવા કરડે તેના સુભટો છે કે જેઓના બળનું વર્ણન કરવાને સંત પુરુષો પણ સમર્થ નથી. આ સર્વે પણ હોંશિયાર, પ્રસિદ્ધ, યુદ્ધમાં નહીં ધરાય તેવા, સત્ય બોલવાવાળા અને કોઈ પણ પ્રકારની આજીવિકા (પગાર) લીધા વિના સ્વામીની પાછળ ચાલનારા છે. આ પ્રમાણે વિવેકરાજાની સભામાં હું જોતે હતા તેવામાં વિમળબંધ નામના કેટવાળે ત્યાં આવીને આ પ્રમાણે પેકાર કર્યો–“હે પ્રભુ! હું નજીક હતો છતાં પણ મહરાજાની સેનાના માણસો, જેમ બગલાં માછલાને લઈ જાય તેમ અકમાત્ આપણા નગરનાં કેટલાક માણસને લઈ ગયા છે. તેમાંથી કેટલાંક પાછાં વળી આવ્યાં છે અને કેટલાએકને તે તેઓએ બાંધી લીધાં છે. અહે! સાહસિક પુરુષેએ
ચાલનાર
છે જે
ળ ત્યાં