________________
પ્રબોધ ચિંતામણિ
[૧૨]
પણ દેવાને ઇચ્છતા નથી, ત્યારે ત્યાં તો રાજા અને પ્રજા એ સર્વનાં એક ચિત્ત છે. ધન અને ઠકુરાઈને ઘણું કલેશથી ઉપાર્જન કરીને અહીંના લોકો સુખની અભિલાષા રાખે છે ત્યારે ત્યાંના રહેવાવાળા કલેશરહિત અને મહાસુખવાળા લોકો (કલેશથી ધન અને ઠકુરાઈને ઉપાર્જન કરવાવાળા) આપણા નગરના લોકેની ઘણી હાંસી કરે છે. આપણા નગરના લેકેનું પૃથ્વીની અંદર દાટેલું ધન નાશ પામે છે ત્યારે તે નગરીના લેકોનું જિનેશ્વરના મંદિર બનાવવાના મિષથી ખુલ્લું રાખેલું ધન કદિ પણ નાશ પામતું નથી. અહીં ઘણા કષ્ટથી પાલન કરેલા પુત્ર પણ માબાપના શત્રુ થાય છે, ત્યારે ત્યાં આવેલા પરદેશીઓની સાથે પણ ત્યાંના લેકે સગા ભાઈઓની માફક રહે છે. આ નગરીમાં મહેનત કરતાં છતાં પણ લાભ થવે એ સંશયવાળે છે ત્યારે તે નગરમાં થોડી પણ મહેનત કરી હોય તે નિચે તેઓને લાભ મળે છે. આ નગરીમાં બમણો લાભ થવાથી જ્યારે વેપારીઓને ઘણે હર્ષ થાય છે ત્યારે ત્યાં થોડા પ્રયત્નથી અનંત લાભ મળવા છતાં તે લોકો બીલકુલ અભિમાન કરતા નથી. તે નગરમાં ગ્રાહકથી જે લાભ થાય છે તેને હું કેની સાથે ઉપમિત કરું? (અર્થાત્ તે લાભને કેની ઉપમા આપું ?) કેમકે અડદના બાકળા જેટલું ગ્રાહકે (સુપાત્ર સાધુએ)ને આપવાથી (બંધાયેલ પુન્યથી) દેદીપ્યમાન કરેડો સનેયાનો લાભ થાય છે. હે મહારાજા ! તમારા રાજ્યમાં અધિક મહત્વવાળા ઇંદ્ર અને ચકવર્યાદિક જે છે તેઓ તે નગરમાં રહેલા અલ્પ ત્રાદ્ધિવાળાનું પણ દાસપણું કરવાને ઈચ્છે છે.