________________
-
-
-
=
પ્રબંધ ચિંતામણિ
[૧૦૩] દેવોની યાત્રામાં યાત્રાળુ પ્રાણીનો વધ, તેનો બુબારવ અને સુરાપાન આ સર્વ એકાકાર કરે છે. ઉસન્ન થતા જંતુ સમૂહના ઘાતના કારણભૂત વૃક્ષેને છાયાના ક્ષણિક સુખને ઈચ્છનારા પુરુષે ધર્મ માટે આજે પણ કરે છે. જેની લાખ પાપનું કારણ છે, ફળ કૃમીથી વ્યાપ્ત છે, અને જેનું મૂળ એક જાતિના કીડાવાળું છે એવા પીપળાના ઝાડને પિતૃઓને તૃપ્તિનું કારણ હોય એમ તેઓ માને છે. જેમ પાણીવડે ગાય પ્રમુબની તૃપ્તિ (ઈચ્છાની શાંતિ) થાય છે તેમ બગલાં આદિ જીવડે માછલાનો નાશ પણ થાય છે એવું સરોવર ધર્મ કરવાવાળું છે એમ તેઓનું માનવું છે. દેહથી કરેલાં કર્મ દેહ જ ભેગવવાં પડે છે એ નિશ્ચય છે છતાં કેટલાક ધનના લેભીઆઓ (ગુરુ થઈ બેઠેલાઓ) પૈસાનું દાન કરવાથી પાપનો ક્ષય થાય છે એમ તેના સેવકોને આદેશ કરે છે. ગળની, તલની અને સેનાની બનાવેલી ગાય મંત્રવડે સજીવન થાય છે અને તે તમારા પાપનો નાશ કરે છે આ પ્રમાણે બલવાવાળા લેભીઆ તેમ કરાવીને) તેને ભાંગી કરીને પતે વહેંચી લે છે. પંખીઓ માર ખાતાં ક્ષેત્રમાંથી બે ત્રણ કણ ખાવા પામે છે, તે આવા કર્ષણના આરંભથી આટલામાંજ મુક્તિ મળે (એમ કહે છે) એ આશ્ચર્યની વાત છે. સૂર્યનાં કિરણ સ્પર્શવાથીજ સર્વ વસ્તુ પવિત્રતાને પામે છે એ પ્રમાણે સ્મૃતિનું વચન છે છતાં કેટલાએક રાત્રે ભેજન કરે છે. ગંગાનદીનું પાણી પણ રાત્રિએ પાપ હરણ કરી શકતું નથી તે રાત્રે ખાવાવાળા આચમનના પાણીથી કેમ થાય ? કર્મની ભિન્નતાથી જીવે પણ પ્રગટપણે જુદી જારી