________________
[ ૧૧૨]
પ્રબંધ ચિંતામણિ
પુણ્યરંગ નામના નગરને પ્રાપ્ત થયું. તે નગરમાં રહેલા મહાજનોથી આનંદથી થયેલા વિકસ્વર ચક્ષુવડે આશ્ચર્ય પૂર્વક જેવાતા વિવેકે પોતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી ત્યાં વિવેક રાજાએ પોતાના સસરા વિમળબોધને તરતજ તેને નગરના કેટવાળપણે સ્થાપન કર્યો. ઉત્તમ પુરુષે સ્વામીનાં વચનનું કદિપણ ઉલ્લંઘન કરતા નથી. જેમ ઘરનો સ્વામી જાગ્રત હેવાથી શ્વાન ઘરમાં પ્રવેશ કરી શકો નથી તેમ આ વિમળબંધ કેટવાળ જાગ્રત હોવાથી દયા રહિત, દાંડ, દગાખોર, દંભ કરવાવાળા, બીલાડાની માફક પારકાપરજ આજીવિકા કરવાવાળા, અને તીવ્ર બુદ્ધિવાન છતાં બગચેષ્ટાવાળા પાપાચારી છે તે નગરમાં પ્રવેશ કરી શકયા નહિ. હવે મેક્ષના માર્ગની સંભાળ કરે અને ઉત્તમ આચરણરૂપ અમૃતે કરી માતાને સંતોષ ઉન્ન કરતો વિવેક ત્યાં રાજ્યને ભેગવે છે. જ્યારે જ્યારે આ ઉતાવળે ચાલનાર અને સ્નેહિત મન-મોહને અથવા વિવેકને સાક્ષીભૂત (સહાયકારી) થાય છે ત્યારે મેહનું અથવા વિવેકનું રાજ્ય વૃદ્ધિ • પામે છે.
આ પ્રમાણેની વિવેક પુત્રની ભાગ્યકળાનો વિચાર કરતે મનપ્રધાન અંતઃકરણમાં અત્યંત આશ્ચર્ય પામ્ય; અને તેના ઉદયથી માયા, કુબુદ્ધિ અને પ્રવૃત્તિએ ત્રણે સ્ત્રીઓએ પિતાનું મુખ મલિન કર્યું. પરંતુ એ ત્રણે સ્ત્રીઓ ગ્લાની પામવાથી સુમતિ (બુદ્ધિ) અત્યંત નિરોગીપણું (આનંદ) પામી, અને હંસરાજા પણ પિતાના બંધન ઢીલાં થવાથી સબુદ્ધિના આલેષ (આલિંગ)નું સુખ ઘણા કાળે પામે.