________________
પ્રબોધ ચિંતામણિ
[૧૧૭] માફક પિતે જીવતા છે, એમ માનવાવાળા તે દીન સુભટો સ્વામીને નમસ્કાર કરીને જેટલામાં કાંઈ બોલે છે તેટલામાં મહેજ કહ્યું કે “રે ! રે ! કાંઈ બોલશે નહીં, કાંઈ બોલશે નહીં. તમારું મોઢુંજ કહી આપે છે કે તમે કૃતાર્થ થઈને (જે કાંઈ કરવા ગયા હતા તે કરીને) આવ્યા નથી, પણ દંભ નામનો સુભટ જે તમારી સાથે હતા તે કેમ દેખાતે નથી ? તેને ન દેખવાથી મારું મન કંપે છે, અરે મારું સર્વ ઐશ્વર્ય તેને આધીન છે. તે મારો જમણે હાથ છે. તે વિર સુભટની દુર્દશા કઈ રીતે ન સાંભળું તો વધારે સારું.”
(નોટ) અહીં સમજવાનું છે કે દંભની સાથે મેહનું નિરંતર રહેવાપણું છે. જ્યાં દંભ હોય ત્યાં મોહ અવશ્ય હોય છે. અને દંભનો નાશ થવાથી મેહનો નારા ઘણી સહેલાઈથી થાય છે માટે ધાર્મિક તેમજ વ્યવહારિક કાર્યમાં દંભ (કપટ)નો તો અવશ્ય ત્યાંગ જ કર યુક્ત છે.
વળી મેહ કહે છે કે “કેદ ઉસાત તા થયા નથી, ખરાબ સ્વમ પણ મેં જોયું નથી, છતાં મારા રાજ્યનું સર્વસ્વ-દંભ દેખાતું નથી, તેથી મારું મન વિસ્મિત થાય છે.” આ પ્રમાણેનાં મહારાજાનાં વચન સાંભળ્યા પછી પાછા આવેલા સુભટોએ અહીંથી ગયા ત્યારથી તે પાછા આવ્યા ત્યાં સુધીનું પોતાનું સર્વ વૃત્તાંત મેહને કહીને પછી મહા આરંભવાળા દંભનું વૃત્તાંત કહેવા લાગ્યા કે “હે મહારાજ! જ્યારે અમને કેટવાળથી ભય થયે ત્યારે દંભે અમને કહ્યું કે-હે સુભટો ! તમે પાછા ચાલ્યા જાઓ, કેમકે થડે પણ પરિવાર અન્ય રાજ્યના માર્ગમાં ભયને માટે થાય છે, (ભય