________________
[૧૨]
પ્રબંધ ચિંતામણિ કરીને મારી દુકાને વિશ્વાસ પામેલા ગ્રાહકોને હું લુંટતો હતે. કેઈ વખત મુખે નવકાર મહામંત્રનો જાપ કરતો કરતા સાધુના ઉપાશ્રયે જતા અને રાત્રિએ સાધુઓની ઉપધિ અને ધનાઢ્યના ધનની ઝંથી ચોરી લેતા હતા. ધએલા વેત વસ્ત્ર પહેરી, મુખકેષ ધારણ કરી. મંદિરમાં જઈ, પાષાણની મૂર્તિની પૂજા કરીને હું ધાતુની પ્રતિમા ઉપાડી જતો હતો. એક દિવસે કપટી શ્રાવક જે હું તેને કેટલાક સાધર્મિક ( એક ધર્મવાળા) પિતાના મકાનમાં લઈ ગયા અને (સાધર્મિક જાણુને) તેઓએ મને ઘણું માન આપ્યું, ત્યારે મેં રાત્રિએ તેઓનું સર્વ ધન લુંટી લીધું હતું. મેં કોઈ વખત લેભથી ધનને માટે “મારા ભાઈઓને બંદીવાન કર્યા છે તેને છોડાવવાને માટે ધન જોઈએ છીએ, કેઈ આપો) એમ કહીને જુઠી રીતે ભિલુક થઈ ઘર ઘર પ્રત્યે ધન માગ્યું હતું. એમ વિચિત્ર પ્રકારને વેષ ધારણ કરીને તે નગરમાં નિર્ભયપણે કીડા કરતાં મેં જેવી રીતે આખું નગર જોયું છે તે પ્રમાણે તમને જણાવું છું. લોકોનું રક્ષણ કરવાને માટે તે નગરને નિયમ બંધન (શૌચ. સંતેષ, તપ અને સ્વાધ્યાયાદિ) નામને ઉંચે અને ઉત્તમ વ્રતરૂપ કાંગરાથી ભિતે કિલ્લો છે. તેની ફરતી વ્યાપ્ત થએલી. લક્ષ્મીવડે સુંદર શોભાવાળી ઘણા ઉંડાણને લીધે માપી શકાય નહીં તેવી અને શત્રુઓથી ઓળંગી ન શકાય તેવી પુણ્યવાસના નામની ખાઈ છે. તે કિલ્લાને આજ્ઞા વિચય અપાય વિચય, સંસ્થાન વિચય અને વિપાક વિચય (એ ચાર ધર્મધ્યાન નના પાયા–ભેદ) નામના નગરીની લક્ષ્મીના મુખ હોય તેવા