________________
[૧૧૬ ]
પ્રબંધ ચિંતામણિ ખાઈને આશ્રયે તેઓ ( દંભ પ્રમુખ) સ્થિર થઈને બેઠા, તેટલામાં વિમળબોધ ગોવાળનાં ઉદ્ઘેષણ કરતાં આવાં વચન તેઓએ સાંભળ્યાં. “અરેસમ્યકત્વ સુશીલ અને સમાધિ પ્રમુખ સુભટ ! તમે બીલકુલ પ્રમાદ કરો નહીં અને આદવાળા થઈને જુએ જુઓ. આ મિથ્યાત્વરૂપ ધૂતારો આવે છે તેને ઉત્તમ સિદ્ધાંતરૂપ તલવારથી અટકા, અને આ ઉન્માદ (વિષય ઈચ્છા) રૂપ ચેર નગરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે તેનો વધ કરે. આ દુર્ભાવ નામાના દુર્જનને વધ કરવાની ભૂમિ પ્રત્યે લઈ આવે. એ છુપી રીતે ચાલનાર વૈરી છે તેથી તેને શૂળીએ ચડાવ્યા વિના મૂકશે જ નહીં. આ સર્વે સુભટો એ રીતે મેહનીજ સેવા કરવામાં તરૂર છે માટે વિવેક નામના આપણા સ્વામીએ તે સર્વને મારવાનો હુકમ કર્યો છે તેથી તેમાં વિલંબ શા માટે કરે છે ?” આ પ્રમાણેનાં કેટવાળનાં વચનો સાંભળવાવડે વિવેકની શુદ્ધિનો લાભ થવાથી અને (મેહના સુભટોને મારવાના) કેટવાળે કહેલા શબ્દોથી દંભ વિગેરે એક સાથે હર્ષ અને વિખવાદથી વિડબંના પામ્યા. (અર્થાત્ વિવેકની શુદ્ધિ મળવાથી હર્ષિત થયા અને પિતાને મારવાનો હુકમ સાંભળવાથી વિખવાદ પામ્યા.) કેટવાળના શબ્દો શાંત થયા છતાં પણ તે મલિનોએ ભયથી દુરિચ્છાપ ખાઈને આશ્રય ન મૂક; કેમકે પર રાજ્યની જમીન પરાભવને માટે જ થાય છે. પછી બળતા વનમાં મૃગ ન રહી શકે તેમ ત્યાં રહેવાને અસમર્થ થવાથી તેઓ ઉતાવળે પાછા ફરીને મેહરાજાની સભામાં આવ્યા. ત્યારપછી સમુદ્ર કિનાશ પામવાવાળા (સમુદ્રમાં ડુબતા માણસ)ની