________________
[૧૧]
પ્રબંધ ચિંતામણિ છે પણ તેને મેળવવાના આશયવાળા છતાં રસ્તાને નહીં જાણનારા વટેમાર્ગની માફક મેહ નગરીમાં જ રહે છે. વળી તે નિર્વાણ શહેર)નો માર્ગ નહીં જાણતાં છતાં પણ કેટલાક ઠગારાઓ તેનો માર્ગ (નિર્વાણ શહેરના રસ્તે ) કહીને (બતાવીને ) વિશ્વાસી મનુષ્યને ભયારણ્યમાંજ ભમાડે છે વૈરાગ્ય સહિત સમ્યગજ્ઞાન અને સમ્યગ કિયા એજ તેનો માગે છે. જે પ્રાણીઓ અમારા વચનમાં વિશ્વાસ રાખે છે તેજ તે (નિર્વાણ)ના માર્ગને પામે છે. મુક્તિની લગભગ પહોંચેલા પણ સ્વામી વિનાના જીવોને મોહ પાછા વાળે છે. સમુદ્રને કિનારે આવેલા વહાણને પણ શું વાયુ ભમાવતે નથી? અર્થાત્ ભમાવે છે. માટે હે વિવેક! જે કઈ મેહથી ભય પામ્યા હોય અને તે નિર્વાણ) શહેરમાં જવાની ઈચ્છાવાળા હોય તેવા વટેમાર્ગુઓનું રસ્તામાં રક્ષણ કરવા માટે તું એકલે. દીક્ષિત(પ્રયત્નવાન)થા. તું પાસે હોવાથી શત્રુઓથી નિર્ભય થઈને તે લેકે મોક્ષને પ્રાપ્ત થાઓ. ગરૂડ ઉપર ચડેલાને શું સાપણું સંબંધી ભય હેય? અર્થાત્ ન જ હોય; તેમ વિવેક પાસે હોવાથી જીવોને મેહ સંબંધી ભય ન હોય. પહેલાં પણ તારી માફક અનેક વિવેકે મારી પાસે આવ્યા હતા, અને આજ રસ્તે તેઓએ પણ પોતાની સ્વાર્થસિદ્ધિ મેળવી હતી.”
ઉપર પ્રમાણે ભગવાને આદેશ કર્યો. તે વિવેકે અંગીકાર કર્યો. કારણકે બલીષ્ટ ભુજાવાળાનું સર્વ (બળ) રજની માફક ન અટકાવી શકાય એવા વિરતારવાળું હોય છે. તે (વિવેક)ના વીર ચારિત્રથી તુષ્ટમાન થયેલા ત્રણ લેકના સ્વામીએ તેને પુયરંગ નામના નગરનું અધિકારીપણું