________________
[૧૦૮]
પ્રબંધ ચિંતામણિ
દાવાનળને પણ સુખેથી સમાવી શકાય, ક્ષુધાથી દુર્બળ (ખાલી) થયેલા પેટવાળા રાક્ષસથી પણ પિતાનું રક્ષણ કરી શકાય, પુરુષોને એ સઘળા કરતાં એક મેહ અંત્યત દુખે દૂર કરી શકાય તેવા છે. સ્વામીના ગુણ વડે તેના સર્વે સેવકે (રાગતષવિષયકષાયાદિ) પણ દુઃખે મરી શકે તેવા છે તેઓને હણ્યાં છતાં પણ નારકીના જીવોની માફક તેઓ ફરી ફરીને જીવે છે. આ મેહ સર્વ જમાં રહેલું છે, પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે, કેઈ વ્યક્તિની (અભવ્યની અપેક્ષાએ અનંત છે અને કેઈ વ્યક્તિની (ભવ્યની અપેક્ષાએ અંતવાળા પણ છે; પરંતુ અનાદિ તે સર્વની અપેક્ષાએ છે. હે વત્સ વિવેક ! તું કઈ ઠેકાણે (સિદ્ધમાં) પ્રવાહની અપેક્ષાએ આદિ અંત વિનાનો છે, અને કેઈ વ્યક્તિની અપેક્ષાએ આદિવાળે અને અંતવાળો પણ છે. તે વિચાર કર. આ મેહ અને તેના જે ભક્તો છે તે સર્વે અનેકરૂપ ધારણ કરવાવાળા છે, તેથી તે મહા શત્રુઓ દરેક પ્રાણીની પાછળ એક એક રૂપે લાગેલા છે. તે વિવેક ! તું અને જેઓ તારા ભક્તો (સદ્ગુણો) છે તે પણ બહુરૂપ ધારણ કરવાવાળા છે. પરંતુ તમે સમ્યગૃષ્ટિઓની સંગાતે જ સંબંધ ધરાવનાર છે, બીજા (વિભાવ ધર્મવાળા)ની સાથે સંબંધ ધરાવતા નથી; તેટલા માટે મેહના પક્ષવાળાને તારા પક્ષ વાળા કરતાં સિદ્ધાંતને વિષે અનંત ગુણે કહ્યા છે, તે વિવેક ! તું બળવાન છે, તે પણ આ સર્વેને કેવી રીતે
જીતી શકીશ? માટે હે ઉત્તમ! સર્વ જીવોની ચિંતાથી સયું તું તારો સ્વાર્થ સાધ અને તે તારે સ્વાર્થ તારે