________________
પ્રબંધ ચિંતામણિ
[૧૭]
સાથે ચાલવાના નથી, જન્મ, જરા તથા મરણાદિ વિપદા છેરવામાં અને ઇષ્ટ દેવામાં અસમર્થ છે, અને પૃથ્વી, ઘર તથા ધનને અર્થે એકદમ જોરથી ભાઈઓની સાથે કલેશ કરે છે (વઢે છે, તેવા ભાઈઓમાં આસક્ત થયેલા તેને બહુ માને છે, પણ સુકૃતને બહુ માનતા નથી. મેહની આ ચેષ્ટાને ધિક્કાર છે ! જે શરીર મજજા (ચરબી), મળ, મૂત્ર અને માંસથી મલિન છે, પાણી વડે ધેવાથી પણ જે શુદ્ધ થતું નથી, નિરંતર ઘણું રેગરૂપી શત્રુને રહેવાને સ્થાન આપે છે ( અર્થાત્ રેગનું ઘર છે) અને યત્નપૂર્વક પાલન કર્યા છતાં (મરણને સમયે) એક પગલું પણ આત્માની સાથે ચાલતું નથી તેવા આપદાના ઘરરૂપ શરીરને માટે અનેક પ્રકારના પાપ કરાય છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર છે! અનેક પ્રકારના આરંભનું કારણ, શરીર અને મનના કલેશથી પેદા કરેલું, ભાઈઓમાં પણ વેર કરાવવાવાળું, દંભ, લેભ, અસત્ય અને મહાદિ પાપનું સ્થાન, રાજ, અગ્નિ અને ચેરથી ભય પ્રાપ્ત થવાનો સંભવવાળું અને સમુદ્રના કલ્લોલની જેમ ચપળ એવું જે ધન તેને સાત ક્ષેત્રમાં ખરચીને (અજ્ઞાન) ખુશી થતું નથી, તેનો સંગ્રહ કરી રાખી મૂકે છે. મેહની આ ચેષ્ટાને ધિક્કાર હે! સર્વે માં, બાપ, પુત્ર, ભાઈ વગેરે આવા ખરાબ હેતા નથી તે પણ બુદ્ધિવાનોએ નિચે તેઓથી શંકાતા તે રહેવું જ જોઈએ. જેમ સઘળાં દરેમાં કાંઈ સર્પ હોતા નથી, તે પણ દર જોઈને ભય રખાય છે. પ્રચંડ વાયરાથી ઉછળતા કલ્લોલથી ભરપૂર સમુદ્ર પણ સુએ તરી શકાય, સૂકા વનની અંદર દેદીપ્યમાન થયેલા