________________
પ્રમેધ ચિંતામણિ
[ ૧૦૧ ]
પ્રમુખને દેવની માફ્ક પૂજે છે; અને અગ્રલેંડ (તયાર થયેલ રસોઇનો પહેલા ઉપરનો ભાગ) દેવાને માટે કાગડાઓને પણ પાત્ર ગણે છે, જેઓ પારધીના પાશથી પેાતાનું પણ રક્ષણ કરવાને અસમર્થ છે તે તેતર નામના પક્ષી સરખા પરમેશ્વર કહેવાય છે. જેએ પરાધીનપણે સીએની કુખમાં વારંવાર ઉસન્ન થાય છે તેવા દેવા પાસેથી ભૂખ પુરુષા અપુનાઁવ ( મેક્ષપદ.)ની અભિલાષા કરે છે. જેને સ્રી, ધન, અને ગાયરૂપ પરિગ્રહ છે તે ગુરુપણું ધારણ કરીને ઘણા જીવાતે સ‘સારથી તારવાનો પ્રયત્ન કરે છે. (તે કેવુ કરે છે તે બતાવે છે). પેાતે ખીલકુલ (સંસાર તરવાને) પ્રયત્ન કરતા નથી અને તેવીજ રીતે પ્રયત્ન નહીં કરનારા ખીજા ગુરુ થઈ બેઠેલાઓને (સંસાર તરવાની ઇચ્છાથી) પેાતાની વડાલી વસ્તુ આપીને જે ભવસમુદ્ર તરવાની ઇચ્છા કરે છે તે, એક આંધળા માણસ બીજા આંધળા માણસને રસ્તે ચડાવવાને જેમ ખેંચે છે, તેમ કરે છે. આ દુનિયામાં અગ્નિના જેવું બીજું કોઇ શસ્ત્ર નથી (કેમકે તે સ વસ્તુને મળીને ભસ્મ કરી નાંખે છે અને ચૈાધારૂં શસ્ત્ર કહેવાય છે) એમ સઘળા મનુષ્ય જાણે છે તેપણ તેને લાકડાવડે નિરંતર વૃદ્ધિ પમાડવામાં ધબુદ્ધિ માનવામાં આવે છે. (આ પણ તેઓની મૂર્ખતા છે). જે અગ્નિને વિષ્ટાદિક વસ્તુઓ પણ ખાવા લાયક છે (અર્થાત્ વિષ્ટાદિક વસ્તુઓ પણ અગ્નિમાં ખળી જાય છે) અને મુખાદિ સાફ કરવાને પાણી પણ જેને રૂચતું નથી તેને દેવાનું મુખ છે એમ માનવામાં આવે છે. ચામડી માત્રને સ્પર્શ કરવાવાળુ પાણી બહારના મેલને દૂર