________________
પ્રબોધ ચિંતામણિ લાયક છું. આ બાબતમાં કાંઈ પણ સંશય જેવું. નથી. તે વિવેક મારી પાસે આવ્યા છે એટલે તે કાંઈ પણ ગૌરવ કરવાને ગ્ય છે, તેથી તે સમગ્ર ગુણ રૂપ મંડળ (પ્રાંત અગર પરગણું પક્ષે ગુણના સમૂહુ)નાં આગેવાન થાઓ. (અર્થાત્ તેના ગુણરૂપ દેશનો આગેવાન કરવામાં આવે છે.)”
' એ પ્રમાણે ભગવાનના પ્રસાદને પ્રાપ્ત થવાથી આદર પૂર્વક શહેરના લોકો પણ વિવેકની સ્તુતિ કરવા લાગ્યા. પછી વિવેકે પણ એ પ્રવચનપુરમાંજ નિરંતરનો વાસ કર્યો. એક દિવસે અવસર જોઈને તેણે (અહંત) રાજાને વિનંતિ કરી કે હે વિશ્વના ઐશ્વર્યની ધુરા ધારણ કરવામાં શ્રેષ્ઠ! તમે -- જે શત્રુને જીત્યા છે. તેમાં પ્રચંડ તીક્ષ્ણ હસ્ત રૂપી દંડવડે શત્રુના આડંબરને ખંડિત કરતે, અવિદ્યાનગરીના કિલ્લાની સહાયથી નિરર્ગલ (અત્યંત) ભુજાબળવાળ, પુત્ર પૌત્રાદિ પરિવારના વિસ્તારથી વડવૃક્ષના વિસ્તારને વિડંબના પમાડત અર્થાત્ વડવૃક્ષ કરતાં પણ વધારે વિસ્તરેલે, ફેતરાના અગ્નિ અને રેશમના તાતણાની જેવો પાતળો, ત્રણ જગતના લોકોને વશ (તાબે) કર્યો છે જેણે એ, ઘણું રત્ન, સ્થ, ઘોડા, હાથી અને સુભટોની શ્રેણિથી ભયંકર, અસંખ્ય સંખ્યા પ્રમાણુ ઉત્સાહને વધાર, સાહસનો એક નિધાન, ઇંદ્ર અને ચકવર્તીના પરાક્રમને પણ તૃણ અને આકડાના તુલની માફક ગણત, તપસ્વીના તપનો નાશ કરે, મહાત્માઓને વિધ્ર કસ્તે અને વિદ્વાનોના માનને પણ મને કરતે મહામહ નામનો શત્રુ હાલમાં મદવાદ થયો છે અને વળી નવીન પટુતાને પામે છે; એ મહા પરાક્રમી મેહની પાસે ઘડા, હાથી, સિંહ,