________________
[૯૮]
પ્રબંધ ચિંતામણિ
મનુષ્યમાં તે સ્કુરાયમાન (પ્રગટ) થાય છે. (વિવેકના ગુણો) વિવેકને લક્ષ્મી પ્રાપ્ત થયા છતાં તેનો અહંકાર નથી, કૃપણતા નથી અને કટુભાષીપાણું નથી; દુઃખી અવસ્થામાં પણ આધિ (મનની પીડા) નથી, પરના વૈભવ ઉપર દ્વેષ નથી અને નિર્દયપણું નથી, પંડિતપણું પ્રાપ્ત થયા છતાં પણ
ત્કર્ષ કરવાપણું નથી, બીજાનો પરાભવ કરવાપણું નથી, અને કુકાવ્યનું રચવાપણું નથી; અને અલ્પ જાણપણામાં પણ લજજાનું ઘટવાપણું નથી, સિદ્ધાંત ઉપર અરુચિ નથી, અને ખરાબ બુદ્ધિ નથી, સુખમાં આસક્તિ (ગૃદ્ધિ) નથી, વિષયમાં અભિરૂચિ નથી, દુઃખમાં દીનતા નથી, બીજાને સંતાપ કરવાપણું નથી, આખા જીવિતવ્યમાં યશનું વિરોધી કર્મ કરવાપણું નથી તેમજ મરણ પામ્યા પછી દુગતિરૂપ કિલ્લામાં વસવાપણું નથી, લક્ષ્મીની પ્રાતિમાં, દુઃખી અવસ્થામાં, સિદ્ધાંતની પ્રાપ્તિમાં, વધારે. અગર છેડા સુખ દુઃખમાં અને જીવવામાં કે મરણમાં તે વિવેકજ સત્પરુષને પ્રિય છે. શ્રેષરૂપ કલ્મષથી રહિત એ વિવેક (દુનીયાના જીવોને) નિષ્કારણ ઉપકારી છે. તે માટે રાજ્યને ઘણે વિસ્તાર કરીને અત્યંત યશ મેળવશે. હે સભ્યો ! પ્રતાપરૂપ અગ્નિમાં બળતા શત્રુરૂપ પંતગીયાવાળી લક્ષ્મી મેળવવી તે સુલભ છે; અને મનહર શરીરવાળી સ્ત્રીઓ મેળવવી તે પણ સુલભ છે, પણ આ વિવેકને સમાગમ થવો દુર્લભ છે. જેને આ વિવેક વલલભ છે તેને હું પણ વલ્લભ છું, જે આને ભક્ત છે તે મારો પણ ભક્ત છે; અને જેને આ વેષ કરવા લાયક છે તેને હું પણ શ્રેષ કરવા