________________
[ ૧૦૨]
પ્રબંધ ચિંતામણિ કરવાને પ્રગટ રીતે સમર્થ છે પણ જેમાં જેનું મર્દન થાય છે તેવા પાણીના સ્નાનથી પાપનો ક્ષય થાય છે એમ તેઓ માની બેઠેલા છે. જેનાથી સંસારની વૃદ્ધિ, આરંભની બાહુલ્યતા અને પાપની બુદ્ધિ થાય છે તેવા કન્યાના વિવાહને (કન્યાદાનને) તેઓએ અગમ્ય પુણ્યવાળે પિતાનાં શામાં કહે છે. શુક નામના યેગીને સુંદર ચરિત્રરૂપ અમૃતનું પાન કરીને (અર્થાત્ શુક યેગીનું સુંદર ચરિત્ર સંભાળીને) પણ કેટલાએક બોલે છે કે ગૃહસ્થાશ્રમ ઉપરાંત બીજે ઉત્તમ ધર્મ નથી, એ પણ એક આશ્ચર્યની વાત છે. “અહિંસા પરધર્મ ” અર્થાત્ “જીવની હિંસા ન કરવી એ ઉત્તમ ધર્મ છે. આ પ્રમાણે સભામાં બોલનારા પંડિતે પણ અજ્ઞાનીની માફક ધર્મને અથે બકરાં પ્રમુખને હણે છે. માખીએના મેઢાનું થુંક અને જંતુઓની હિંસાથી પેદા થએલ મધને પંડિતે દેના નાના ઉપયોગમાં લે છે તે પણ એક ખેદની વાત છે! પિતાના સ્વામીને છોડીને બીજા પાસે જવાવાળી સ્ત્રી દુષ્ટ કહેવાય છે એ ન્યાયમાગે છે, છતાં કઈ પણ ઠેકાણે પુણ્યબુદ્ધિથી બ્રાહ્મણને પુરંધી (બહુ કુટુંબ અને પતિપુત્રવાળી સ્ત્રી)નું દાન કરાય છે. વિવેકરહિત એવી પશુ રૂપ જે ગાય પોતાના પુત્રની સાથે પણ મિથુન સેવે છે અને અપવિત્ર વસ્તુ (વિષ્ટાદિક)નું ભક્ષણ કરે છે તેને તેઓ પરમ દૈવતરૂપ માને છે. સ્વર્ગલેક વિદ્યમાન છતાં મૂત્ર તથા છાણથી ભીંજાયેલ અને નિંદનીક ગાયના પૂંછડાના મૂળમાં મૂર્ણ પુરુષે દેને વસાવે છે (અર્થાત્ ગાયના પૂછડામાં તેત્રીશ કરોડ દેવતાનો વાસ છે એમ કહે છે) કેઈ વખત