________________
[૧૬]
પ્રબોધ ચિંતામણિ ઉપકાર કરવામાં તત્પર, ન્યાયમાં નિપુણ અને વિલસિત ગુણવાળા સાત કુલકર થશે. તેઓનાં મિત્રપ્રભ, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સૂક્ષ્મ અને સુબંધુ એ અનુક્રમે નામ જાણવાં. ત્યાર પછી બી આર પૂર્ણ થઈ ત્રીજો આરે શરૂ થયે છતે વૈતાઢ્ય પર્વતની નજીકના ભાગમાં આવેલા શતદ્વાર નામના શહેરમાં તે કુલકરેના વશમાં સ્વભાવથી જ સુભગ આકૃતિવાળો અને બુદ્ધિમાં બૃહસ્પતિને પણ હઠાવે એ સુમતિ નામે કુલકર ઉસન્ન થશે. તેને ભદ્રા નામે રાણી થશે, જેના સત્વરૂપી કસોટીને પથ્થર ઉપર થયેલા શિયલરૂપ સુવર્ણના સ્થિર લીટાઓને સત્પરૂ વર્ણન કરશે. હવે શ્રેણીકરાજાનો જીવ સીમંત નામના નવકાવાસથી નીકળીને તે મૃગનયની ભદ્રાદેવીની કુક્ષિમાં અવતરશે. તે અવસરે હસ્તિ, વૃષભ, સિંહ, લક્ષ્મી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરોવર, સમુદ્ર, ભુવન, રત્નરાશિ અને અગ્નિ આ ચૌદ સ્યમને અનુક્રમે ધીરબુદ્ધિમાન જેમ સવિદ્યાને જુએ તેમ દેવને પુજનીક ભદ્રારાણી છે. સુમતિ નામે કુલકર આ સ્વમનું ફળ જેટલામાં પોતાની બુદ્ધિને અનુસાર કહેશે તેટલામાં પ્રથમ દેવલેકનો ઈંદ્ર ત્યાં આવીને ભદ્રારાણુને નમસ્કાર કરી આ પ્રમાણે કહેશે-“હે દેવી! ત્રણ ભુવનને વિષે જેનાથી શ્રેષ્ઠ બીજું દૈવત નથી એવા દૈવતને કુક્ષિમાં ગર્ભપણે ધારણ કરતી તું દેવોથી પણ વંદાય છે. હે દેવી! આશ્ચર્ય છે કે ચિંતવ્યાથી અધિક ફળને આપવાવાળા ગર્ભ રૂપ ચિંતામણિને ધારણ કરતું આ તારું ઉદર રત્નાકર (સમુદ્ર)નો પણ પરાભવ કરે છે. હે સ્વામિની ! આ કલ્પવૃક્ષના અંકુ