________________
[૬૬]
પ્રબોધ ચિંતામણિ કયાંથી હોય? જેઓને જીવોનો વધ કરવો એ ધર્મ છે, પાણી એ તીર્થ છે, ગાય નમસ્કાર કરવા યોગ્ય છે, ગૃહસ્થ ગુરુ છે, અગ્નિ દેવતા છે અને કાગડો (દાન આપવા માટે) પાત્ર છે, તેઓની સાથે મારે પરિચય શું કરવું? અર્થાત્ નિવૃત્તિ વિચાર કરે છે કે તેઓની પાસે રહેવાથી મને કોઈ ફાયદો નથી. (યજ્ઞમાં એકઠા થયેલ) આ સર્વે મારી શેક પ્રવૃત્તિના પક્ષપાતી છે તેમજ મેહની પુત્રી મારિ (જીનો વધ કરવાને પણ અડી છે, એમ વિચાર કરીને નિવૃત્તિ ત્યાંથી આગળ. ચાલી.
ફરી પણ ચાલવાના શ્રમથી પીડાયેલી વિશ્રામને માટે આમ તેમ જોતી નજીકમાં યજ્ઞના દ્રષી ભાગવત મતના સમુદાયને તેણીએ જોયે. લંગોટી માત્ર વસ્ત્ર છે જેનું એવા, ફક્ત દંડ અને કમંડળ છે ઉપગરણ જેનાં એવા અને રૂદ્રાક્ષની માળાયુક્ત આ ભાગવતનું અવલંબન કરી ને નિવૃત્તિ જેટલામાં ત્યાં રહેવાની ઈચ્છા કરે છે તેટલામાં બ્રહ્મ વિના આ સઘળે પ્રપંચ મિથ્યા છે આ તે ભાગવતના મુખમાંથી નીકળતે શબ્દ તે [નિવૃત્તિને કાને આવ્યું. તે સાંભળી વિવેક કહે છે–હે માતા ! અહીં શામાટે વિલંબ કરે છે? તમે સાંભળે તે ખરાં ! કાનમાં તપાવેલા સીસાના રેડવા તુલ્ય આ લેકો આમ કેમ બોલે છે? જો તેઓ પરબ્રહ્મ વિના સઘળું મિથ્યા કહે છે તે તૃપ લાગવાથી તેઓ નદીની શા માટે પ્રાર્થના કરે છે? [ઈચ્છા કરે છે ?] અને મૃગતૃષ્ણ [જેને ઝાંઝવા કહે છે તેની શામાટે ઈચ્છા કરતા નથી ? કારણકે ઝાંઝવા અને પાછું એ બેઉ તેઓને મન મિથ્યા છે