________________
પ્રબોધ ચિંતામણિ
[ ૭૧]
અને અનેક પ્રકારનાં આસનના અભ્યાસ કરવાની ઈચ્છાવાળું આ કૌલમંડળ મારી વિશ્રામની ઈચ્છા પૂર્ણ કરવાવાળું છે એમ વિચાર કરીને તેની સન્મુખ જતાં તે મંડળના સભાસદીના મુખથી અભિમાનવાળા અને કઠેર આ પ્રમાણેના શબ્દો તેના શ્રવણગોચર થયા–“વિધવા થએલી અને ક્રોધથી દીક્ષિત થએલી એ ધર્મ સ્ત્રીઓ છે અર્થાત્ તેને ભેગવવામાં હરકત નથી. માંસ અને મદિરા જેમાં ખવાય પીવાય છે, "ભિક્ષાવૃત્તિથી ભોજન કરાય છે અને ચામડાના કટકા શમ્યા તરીકે વપરાય છે એ કૌલધર્મ કેને રમણિક ન લાગે ?” આ શબ્દો સાંભળતાં નિવૃત્તિ વિચાર કરવા લાગી કે અરે! આ તો મેહના મિત્ર ચાર્વાક [ નાસ્તિક ના નાનાભાઈ છે તેની સોબત કરવી એ મને ગ્ય નથી. આ પ્રમાણે બોલીને ચપળ સ્વભાવવાળી નિવૃત્તિ ત્યાંથી ચાલી નીકળી. - ત્યાર પછી જેઓ ક્ષણ ક્ષયી સર્વ ભાવને કહે છે એવા બૌદ્ધ લેકેને વિષે પણ તેની વિશ્રામ લેવાની ઈચ્છા ન થઈ, કેમકે જેમને પોતાને બીલકુલ સ્થિરતા નથી તેઓ બીજાને સ્થિરતા આપવાવાળા કેવી રીતે થાય ? સ્તંભ તેજ પાડવાની તૈયારીમાં હોય તો તે સભાને આધાર દેવાવાળા કેવી રીતે થાય? (બૌદ્ધની માન્યતા ઉપર નિવૃત્તિ આક્ષેપ કરે છે અથવા વિતર્ક કરે છે, જે માણસે કર્મ કર્યું તે માણસનો નિરન્વચ નાશ થવાથી બીજા ક્ષણે બીજે નવો ઉત્પન્ન થયે; તે તે પહેલાં માણસનું કરેલું કર્મ કેમ ભોગવે? બીજા માણસે સ્ત્રીની સાથે વિવાહ કર્યો, તે ક્ષણમાં નષ્ટ થવાથી) તેને ભોગવવાવાળે બીજે થે. પુત્રને જન્મ