________________
[ ૭૮ ]
પ્રમેાધ ચિંતામણિ
ગયેા હાય તેપણ શું થાડા વખતમાં મુક્ત થતા નથી ? અર્થાત્ મુક્ત થાય છે. હે નિવૃત્તિ ! આ તમારા પુત્ર વિવેક હવે સ` આપદાનો બીજો ( સામા.) કિનારા પામ્યા છે. (અર્થાત્ સર્વ દુઃખાને હવે આળંગી ગયા છે). હવેથી તે પોતાના પુણ્યવડે જ નિર'તર વૃદ્ધિજ પામશે.
આ પ્રવચન નામના નગરમાં અનિવાર્ય ભુજાના પરાક્રમવાળા અને અંતરંગ શત્રુએના મળને જીતવાવાળા અત્ નામનો રાજા છે. તેની કૃપાથી ભક્તિ (ભાજન) તે દૂર રહેા એ તો મળી શકેજ) પર'તુ મુક્તિ [માક્ષ] પણ નજીક છે. ચ ાજકારણથી તેની સાથેની સરખામણીમાં કલ્પવૃક્ષ પણુ હીન ઉપમાનું સ્થાન છે. તે [ અર્હતના મસ્તક ઉપર ધારણ કરાતાં જગના સાક્ષીભૂત અને ત્રણ લેાકના ઐશ્વર્ય ન સૂચવવાવાળા ત્રણ છત્રાને કોઇપણ નિવારણ કરી શકતું નથી. [ધ દેશના અવસરે] સેના અને મણિમય જે ત્રણ ગઢની ઉપર તેનો નિવાસ છે તે ગઢના સામા ભાગની પણ શેશભા દેવાના મહેલમાં નથી. પૃથ્વીમાં પર્યટન કરતાં સાનાના કમળા પગની શેાભાથી જાણે પરાભવ પામ્યા હાય નહીં તેમ અકસ્માત્ તેમના પગની નીચે આવીને રહે છે. તે જ્યારે ઉંચે સિંહાસન ઉપર બેસે છે ત્યારે ક'કેલી વૃક્ષ (અશાક) કાલવેદી સેવકની માફક નિર'તર સારી રીતે છાયા કરે છે. તેનું એકે એકના સ્વામીપણુ આશ્ચર્યવૃક્ષના મૂળ જેવું છે, અને ઇંદ્રાદિ પણ તેની આગળ વગર પગારના સેવક સરખા છે. તેનીવાણી સાંભળવાની ઇચ્છાવાળા સુર, અસુર, મનુષ્ય અને તિયચા જાતીવેરનો ત્યાગ કરીને તેની પદામાં મેસે