________________
[૮૦]
પ્રબંધ ચિંતામણિ પાણીના ખાબોચીયાના બગલાઓની જેવા તે પ્રવચનપુરની નજીકમાં રહેવાવાળા નિર્દય, કપટી અને લેભી પાખંડીઓને તેણીએ જોયા. જેમ પારધીઓ કપટકિયાવડે હરિણને જાળમાં રેકી લે છે તેમ અહંતની પાસે જતા મનુષ્યને આ પાખંડીઓ અસવચનના પ્રપંચવડે રેકી રાખે છે. જેમ સૂર્યચિત્રા નક્ષત્રને પામીને અધિક તેજવાન થાય છે તેમ તત્ત્વરુચિ સ્ત્રીને પામીને અધિક શેભાયમાન થએલા વિવેકને વશ કરવાને માટે તેઓ આ પ્રકારનાં વચનો કહેવા લાગ્યા–“હે પુત્ર! અહીં આવ, અહીં આવ. નકામું ઝાંખું મોટું ન કર. અમે તારો ઉદ્ધાર કરીશું. તારા શરીરે આવી દુર્બળતા શોભતી નથી. તું આગળ કયાં જાય છે? ત્યાં તું અધિક શું પામીશ? આ અહંત સાંભળવા માત્રજ રમણિક છે, કેમકે તેનું સેવન કરવાથી સંસારનો વૈભવ બધે નાશ પામે છે. [વીતરાગ હોવાથી તુષ્ટ થવાથી તે કાંઈ આપ નથી અને કોપી થવાથી કાંઈ ખેંચી લેતું નથી, તેથી તે આકાર માત્રજ પુરુષ છે. વાર્તાવડે તેના કહેલાં વચનો વડે ] જ તેના બળનો તું નિશ્ચય કર. આ અમારા મનમાં તે જગતને બનાવનાર, પાલન કરનાર અને તેનો નાશ કરનાર બ્રહ્મા, હરિ [વિષ્ણુને હર મહાદેવ આદિ ડાહ્યા પુરુષને સ્તવવા લાયક દેવે છે, જેને આધીન ત્રણ જગત છે. આ દેવે તુષ્ટ થવાથી ઠકુરાઈ [ પ્રભુતા ] આપે છે અને કુદ્ધ થવાથી બધું ખેંચી લે છે. તેથી ભક્તિ અને અભક્તિનું ફળ આ પ્રમાણે સાક્ષાત્ જેતે છતે તે [ અહંત ને વિષે મેહ ન પામ. ધનુર્વેદ, કામશાસ્ત્રનું તત્ત્વ, વૈદક અને જ્યોતિષ વિગેરે