________________
[૯૨]
પ્રબોધ ચિંતામણિ ધર્મ ત્યાં જ છે. હે પુત્ર ! પ્રીતિવાળી દૃષ્ટિવડે મારી આગળ કીડાં કરતાં તને હું જોઉં છું તેથી સ્થાનભ્રષ્ટતાનો અને સ્વામીની અવહીલનાનો કાંઈ પણ શાચ હું કરતી નથી. ખરી કરવાથી સર્વ પ્રકારના નિધાનનો ક્ષય થાય છે. પણ પવિત્ર ચારિત્રવાળે પુત્ર એ ગૃડનું અક્ષય (ખુટી ન શકે તેવું) નિધાન છે. જેને એક પણ ઉત્તમ ચારિત્રવાળે પુત્ર છે તે સ્ત્રી પિતાને શામાટે નિંદે ? કેમકે જાતિવાન રત્નની પ્રગટ થયેલી ખાણ કોને હર્ષ માટે ન થાય હે પુત્ર! તું ભાગ્યવાન છે કે પિતા અને ઓરમાન માતાના મુખમાંથી નીકળે છે, અને આ પવિત્ર કન્યાને એક લીલામાત્રમાં પામે છે. તારી ચિંતા તા પિતા આંતરે આંતરે આવીને નિચે કરશેજ, કેમકે પ્રવૃત્તિની પ્રેરણાથીજ તારે પિતા તારે વિષે શત્રુતા રાખે છે પણ સ્વભાવથી તે પોતે તે નથી. મહા પરાક્રમવાળા તારાવડેજ હું સ્ત્રીઓને વિષે પુત્રવતી થઈ છું, તેટલા માટે તું મેટા આયુષ્યવાળે થા; આ સિવાય મને બીજું પ્રાર્થના કરવા લાયક શું છે ? હે કુલીન ! હે કુળનો ભાર ઉપાડનાર ! તું માતાના મનના સંતાપને શમાવવાને માટે હિંમતવાન છે, માટે વિદ્વાનો પણ તારી સ્તવન કરે છે. સ્ત્રીઓને શેકના પરાભવ (અપમાન)થી જે સંતાપ થાય છે તે સંતાપ કરવાને સૂર્ય અને અગ્નિ પણ સમર્થ થતા નથી. મિત્રનો ઉદ્ધાર કરવામાં અને શત્રુનો સંહાર કરવામાં રાજાની શક્તિ હોય છે; બીજાની હતી નથી. કેમકે કમળને વિકસ્વર કરવામાં અને અંધકારનો નાશ કરવામાં સૂર્ય વિના