________________
[ ૮૪]
પ્રબંધ ચિંતામણિ મારવામાંજ ઉપયોગી થાય છે અને ક્રોધ વિના બીજાને મરાય નહિ.] જાપ કરે છે માટે તેઓ હજુ અધુરા છે એમ જણાય છે.] જે પૂર્ણ જ્ઞાની હોય તે જાપ કરવાનું શું પ્રજન? કાંઈક મેળવવાની ઈચ્છાથીજ જપ કરાય છે. અને તેઓને અવતાર લેવા પડે છે તેથી હજુ તેઓ સંસારીજ છે. જે તેઓ મુક્ત થયા હોય તે તેઓએ અવતાર શા માટે લીધે? જે તે જ્ઞાની છે તે દેને શામાટે બનાવ્યા? [કે ફરી તેઓને મારવા માટે પ્રયત્ન કરવો પડ્યો.] જે તેઓ શાંત છે તે કીડાઓ શામાટે કરવી પડી ? અને જે તે પ્રમાણિક છે તે કપટ શા માટે કરવું પડ્યું ? (કેટલાકનું કહેવું એમ થાય છે કે દેવના ચારિત્રનો વિચારજ ન કરે અર્થાત્ તેઓ ગમે તેમ ચાલે, આ તેમનું કહેવું ડહાપણવાળું નથી. કેમકે પૃથ્વી ઉપર મહા પુરુષોએ આશ્રય લીધેલો માર્ગ કેને પ્રિય હેતે નથી? અર્થાત્ સર્વને પ્રિય હોય છે અને આમ હોવાથી જ્યારે મહા પુરુષોનો સમુદાય નિયાદપણે ઇચ્છાનુસાર ચેષ્ટા કરશે ત્યારે તેમના શિષ્યની સમિતિ અને ધૃતિ ધૃષ્ટતા ધારણ કરશેજ. માટે ખેદની વાત છે કે આ પ્રમાણે બોલવું એ તેઓનું નિર્લજપણું બતાવે છે. અરે ! મનુષ્યપણું પામ્યા છતાં પણ જેઓ તત્ત્વ [સત્ય ધર્મની પરીક્ષા કરવામાં ઉદાસીનતા રાખે છે તે મૂર્ણ પુરુષે શું પશુગતિમાં ગયા પછી ત્યાં તત્ત્વ (સત્ય ધર્મ)ની પરીક્ષા કરશે? અથવા તમે સરલ અને જડ પરિણામી હોવાથી સત્ય ધર્મની પરીક્ષામાં આળસુ મનવાળા છે, એમ જે