________________
[ ૮૮]
પ્રબોધ ચિંતામણિ
પણું દેવાવાળાની ધૂર્તતા પ્રગટ કરે છે. જે મૂઢ પુરુષે મુક્તિને ગોપીપ્રિય (કૃષ્ણ)ની દાસી કહે છે તેઓએ મુક્તિને ગોવાળણથી પણ હલકી ગણી જણાય છે. શ્રાપ દે, અનુગ્રહ કરવો, અસત્ય બોલવું, પરને ઠગવું, કીડા કરવી, અહંકાર કરે, વાજીત્ર વગાડવાં, નાટક કરવું અને હાંસી કરવી ઇત્યાદિ ઉપદ્ર તેમજ જળમાં, વૃક્ષ ઉપર અગર સમશાનમાં રહેવું, અને તેમના સેવકોએ) આકડા પ્રમુખનાં પુષ્પથી તેમની પૂજા કરવી અને હાંસી થાય તેવી સ્તુતિ કરવી–આ સર્વ હરિહરાદિ દેવનાં કર્તવ્યો તેમના સુદ્ર દેવપણાને સૂચવે છે. (અર્થાત્ તેવું કરવાથી તેમનામાં ઉત્તમ દેવપણું નથી એમ સિદ્ધ થાય છે.) અસુરોને ત્રાદ્ધિ આપીને પછી તેનો નાશ કરે, પરસ્ત્રીની સાથે અનાચાર કરે, અત્યંત નાટકનું કરવું, ઘણું હસવું, માયાથી બીજાને મોહ પમાડે–આવી નિર્લજ ચેષ્ટાઓવડે કરીને તેઓએ બીજા દેની સાથે પિતાનો અમુક તફાવત (હલકાપણું) હવે તે તે દૂર કર્યો, પણ બાળકે, વિટ, નટ, ભાંડ અને ધૂર્તોની સાથેના પિતાનો તફાવત પણ દૂર કર્યો.
(અર્ડતનું વર્ણન)-મસ્તક ઉપર ત્રણ છત્ર, પ્રતિમાની નીચે સર્વ ગ્રહનું રહેવું, પુષ્પમાળ અને ચામર ધારણ કરવાવાળા દેવયુક્ત સિંહાસન ઉપર બેસવું, પ્રાયે શહેરની અંદર રહેવું, અમૃતને વર્ષાવનારી શાંત દષ્ટિ, વળી તેમના મંદિરમાં ૧૦૮ મંડપ, સુવર્ણ અને માણિક્યનાં આભૂષણો, (અવસ્થા વિશેષની અપેક્ષાએ પ્રતિમા ઉપર ધારણ કરાવાય