________________
પ્રમેાધ ચિંતામણિ
[ ૮૯ ]
છે તે) ઉત્તમ પુષ્પો અને પદ્મવથી થતી પૂજા, કાલાગુરૂ ચંદન પ્રમુખનો ગ્રૂપ, કેસર આદિનું વિલેપન અને પદાના લાકોએ વિકથા, વૈર, હાસ્ય અને વિકારનું તજવું– આ સર્વ અડુતની પ્રભુતા જોઇને વિદ્વાનો કહે છે કે તેનુ ઐશ્વર્યાં ઉત્કૃષ્ટ હદને પામેલું છે.
ખાવાના પદાર્થા, વાજીત્રા, યુદ્ધ અને નાચવા પ્રમુખનો રસ વિશ્વથી વિલક્ષણુ એવા જિનમાં બીજા રાજાએની સમાન નહીં હોવાથી તેઓ કોઇક પરમ અતિશયવાળા છે. જેએ હિંસા કરવામાં અને વિષયમાં આસકત છે તે અન્ય દેવાના આશ્રય કરવાવાળા ભલે થાએ, પણ સમાધિ અને ધ્યાનથી પવિત્ર થયેલાને તે વીતરાગ દેવજ પ્રિય છે. (તેથી તે તે તેમાંજ આશ્રય કરશે). રસ્તામાં ઢગારાને મળેલા આંધળા માણસ જેમ તેનું સ્વરૂપ નહીં જાણવાથી તેની સાથે જાય છે તેમ જો સારી આંખેાવાળા (દેખતો) પણ વિચાર વિના તેને અનુસારે ચાલે તો તે દોષ નિશ્ચે તેના ભાગ્યનોજ છે. વળી ઉત્તમ દેવની અવજ્ઞા કરીને કોણ કુદેવની સેવા કરે ? ક્ષીરસમુદ્ર વિદ્યમાન છતાં બુદ્ધિમાન ક્ષારસમુદ્રમાં સ્નાન નજ કરે, માટે અર્હુતની પાસે જતાં મને ઠપકો આપવાને તમે લાયક નથી. ગામડાના વાણીઆએથી જેમ શહેરનો વણિક ન છેતરાય તેમ તમારા જેવાએથી હું છેતરાઉં તેમ નથી.”
આવાં વચનોવડે તે પાખડીએને જીતીને વિવેકે નગરમાં પ્રવેશ કર્યાં, અને ત્યાં નિવૃત્તિ સાધુ (ઉત્તમ) પુરુષાના