________________
[ ૭૪ ]
પ્રબોધ ચિંતામણિ હે પિતા! હમણાં અકસ્માત્ તમારું દર્શન થવાથી મારે સર્વ દુઃખનો આજે નાશ થયે છે. હવે તે સૌમ્ય! મારા ઉપર પ્રસન્ન થઈને તમે સ્પષ્ટ કહો કે કોઈ પણ પ્રભુતા [ઠકુરાઈ ને પામીને સુખી થએલા મારા પુત્રને હું ક્યારે જોઈશ ?” તે [વિમળબોધી પણ તે વિવેક બાળકને પિતાના બળાનો સંગી કરીને પિતાના ખોળામાં બેસાડીને તેના દોષ રહિત સર્વ લક્ષણોને જોઈ નિવૃત્તિને આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હે ભાગ્યવાન સ્ત્રી ! મારું કહેવું તમે માનો તે હું તમને તેનો ઉપાય કહું છું, કારણ કે પ્રમાણિક પુરુષનાં વચનનું ઉલ્લઘંન ન કરવું તેજ ઈષ્ટસિદ્ધિનું કરવાવાળું છે. જુઓ ! સન્માણું (ઉત્તમ માર્ગની ગવેષણ) નામની મારી સ્ત્રીની કુક્ષીથી પેદા થએલી અને પંડિત પુરુષોને વર્ણન કરવો લાયક તત્ત્વરુચિ નામની મારે કન્યા છે. હે મૃગલેચના ! યૌવનાવસ્થાને પામેલી તે તત્ત્વરુચિને જે તમારે પુત્ર પરણે તે આ તમારા પૂછેલા પ્રશ્નનો સાર હું કહું. આ વિવેક સકળ ઉત્તમ આચારવાળે છે, અને તત્ત્વરુચિ પણ જન્મથીજ પ્રકાશિત છે. બેઉનો મેળાપ ચંદ્રમા અને પૂર્ણિમાની માફક ગ્ય છે.” આ પ્રમાણેનાં વિમળ બેધનાં વચન સાંભળીને અને કન્યાને પૂર્વોક્ત ગુણવાળી જોઈને રોમાંચથી વિકસ્વર શરીરવાળી નિવૃત્તિ તેને કહેવા લાગી કે હે ઉત્તમ પુરુષ ! અનુભવ કરેલ પરાભવરૂપ વ્રણ (ગુમડા)ને રૂઝાવવાને સંહિણું ઔષધી સમાન અને પુત્રના પાણિગ્રહણની ચિંતારૂપ સમુદ્રને તરવાને હોડી સમાન તમારી વાણી જયવાન થાઓ. (અર્થાત્ તમારાં વચન મારી બંને ચિંતા દૂર કરનારાં