________________
પ્રબોધ ચિતામણિ
[૭૭]
છે.) અહે ! મારું ભાગ્ય ! અહો મારું ભાગ્ય! કે મને રહેવાના સ્થાનનો પણ સંશય હતા ત્યાં અકસ્માત સાક્ષાત્ લક્ષ્મીના સરખી વહુ પ્રાપ્ત થઈ. કલ્યાણની ઈચ્છાવાળી હું તમારાં વચનની અવગણના કરું એ નજ બની શકે. જીવવાની ઈચ્છાવાળે કયે માણસ મળેલા અમૃતનો આદર ન કરે? અર્થાત્ સવ આદર કરે.” આ પ્રમાણે સાંભળી વિમળબોધ સિદ્ધ પુરુષ કહે છે કે “હે પંડિતા ! જે એમજ છે (અર્થાત્ મારું વચન તમે માન્ય કરો છો, તો હવે વિલંબ શા માટે કરે છે ? પૂછયા વગરજ આ મુહૂર્ત આવ્યું છે કે જ્યાં આપણા બંનેનો સમાગમ થયે છે.” ત્યાર પછી પોતાના મનના ઉલ્લાસને ઉચિત મહોત્સવ કરેલ છે જેણે એવા વિમળબોધે તત્ત્વરુચિ નામની પોતાની પુત્રીને તત્કાળ વિવેકની સાથે વિવાહિત કરી. પછી પુત્રીને યંગ્ય સ્થાને આપવાથી હર્ષિત થએલે અને જગતનું હિત કરનારે સિદ્ધ પુરુષ નિવૃત્તિને કહેવા લાગ્યું કે “હે મહાભાગ ! તમે સાંભળોજેમ ચંદ્રમાની વૃદ્ધિ અને હાનિ થાય છે તેમ સંપદા અને વિપદા મહાન પુરુષને જ પ્રાપ્ત થાય છે. સંગ્રામને વિષે શસ્ત્રના પ્રહાર અને રાજાના ગૃહાંગણમાં સેનાનાં આભૂષણ એ બેઉ જાતિવાન ઘડાને જ પ્રાપ્ત થાય છે, પણ મડાપુષ્ટ એવા ગધેડાને પ્રાપ્ત થતાં નથી; મહાન પુરુષે આપદને વિષે પણ પોતાના સ્વાભાવિક ધૈર્યનો ત્યાગ કરતા નથી. જુઓ, મોટા વાયરાના આઘાતથી પણ મેરૂ પર્વત ચલાયમાન થતો નથી. પુણ્યવાન જીને આપદા લાંબો વખત રહેતી નથી. ઉત્તમ આચારવાળે (ગોળાકાર વાળ) ચંદ્રમાં રાહુના મુખમાં