________________
પ્રબોધ ચિંતામણિ
[ ૬૯]
તે પણ યુક્ત નથી કારણ કે તે કલેલે સમુદ્રના જેવાજ હોય છે (પણ તેનાથી જુદા રૂપના હોતા નથી) અને આ પક્ષમાં તે અમૂર્ત (અરૂપી આત્માના મૂર્ત (રૂપી) વિશેષ કહેવા એ દુર્વચન છે, અર્થાત્ તે કહેવું પણ અસત્ય છે. આ ત્યાગી લેકો પણ જો આ પ્રમાણે અસમંજસ લે છે તે વિવેક કહે છે કે હે મા !) હું એમ માનું છું કે આ સર્વ લેકે મહારાજાના (મિથ્યાત્વ) પ્રધાનને આધીન છે. હે મા ! મારી કુશળતાવડે કુશળ કાર્યમાં જે તારૂં મન સંતોષ પામતું હોય તે તું થાકી ગઈ છે તે નદીના કિનારાની છાયાની માફક આ લેકેના આશ્રયનો તું ત્યાગ કર.
આ પ્રમાણે પુત્રની પ્રેરણાથી પરઐશ્વર્યવાળી નિવૃત્તિ (તે આશ્રમનો ત્યાગ કરી) આગળ રસ્તે ચાલવા લાગી. ચાલતા ફરી થાકી ગઈ, ત્યાં કેઈ એક ઠેકાણે તેને તાપસનું આશ્રમ માલમ પડયું.
તાપસના આશ્રમનું વર્ણન–પ્રયત્ન વિના મળી શકતા ખાખરાનાં પાંદડાંની ઝુંપડીમાં રહેવાવાળા, જટાને ધારણ કરવાવાળા અને વિષયોને ભેગાવીને કલ્યાણની ઈચ્છાથી ભેગનો ત્યાગ કર્યો છે જેણે એવા તાપસેથી યુક્ત, બાળક ત્રાષિઓ પાણીના કુંભેથી નાનાં વૃક્ષને જ્યાં સિંચી રહ્યા છે એવા, પદ્માસનમાં બેઠેલા મુનિઓના બેળામાં મૃગનાં બાળક [બચ્ચાં જ્યાં કીડા કરી રહ્યાં છે એવા, વૃદ્ધ તાપસીના ચાલવાથી જ્યાં રાષિઓની પર્ષદા (માન આપવા માટે વ્યગ્ર થઈ રહી છે એવા, જ્યાં ઝુંપડીના આંગણામાં તૃણ ધાન્ય અને તંદુળ સુકાઈ રહ્યા છે એવા તેમજ જ્યાં પિપટને ભગા