________________
કે ' મા
.
પ્રખેધ ચિંતામણિ
[ ૬૭] તે આ ઝાંઝવાથી તેનું કાર્ય કેમ સિદ્ધ થતું નથી ? જે આ લેકનું પરબ્રહ્મ વિના સઘળું મિથ્યા કહે છે તે [બલવું] પણ પ્રગટ રીતે જુઠું છે તે તેના ઉપર આપણે ભરોસો કરે? જો તેઓ પરમાર્થ દષ્ટિવાળા થઈને એમ કહેતા હોય કે આ સઘળે પ્રપંચ સિચ્યા છે તે પરમાર્થ દૃષ્ટિથી અમે કહીએ છીએ. અને પરમાર્થ દ્રષ્ટિએ આત્મા નિત્યમુક્ત છે, તે તે ભાવશુદ્ધિ યુક્ત છે છતાં નદીને કિનારે જઈ નિરંતર શામાટે સ્નાન કરે છે? કેમકે શુદ્ધ આત્માને પવિત્ર થવા માટે કાંઈ પણ કરવા જેવું નથી. પાણીથી શરીરની પવિત્રતા, આહાર કરવાથી તૃપ્તિ, શાથી બુદ્ધિની પટુતા અને વચનો સાંભળવાથી બોધનું થવું—એ સર્વ જાણતાં છતાં આ લેકે શામાટે સર્વ વસ્તુનો અપલાપ (ઓળવવું કરે છે? વળી તેઓ જળમાં દેખાતા ચંદ્રના દષ્ટાંતથી કહે છે કે “આત્મા તે એકજ છે.” [જેમ ચંદ્ર એક છે છતાં સેંકડેગમે પાણીનાં ભરેલાં વાસણમાં તેનું પ્રતિબિબ જુદુ જુદું પડે છે તેમ આત્મા એજ છે પણ તેનાં પ્રતિબિંબ અનેક શરીરમાં જુદાં જુદાં છે.) પરંતુ તેઓનું આ કહેવું પણ ઠીક નથી કેમકે વિચાર રૂપ ઘરમાં તે પ્રવેશ કરી શકતું નથી, અર્થાત્ યુક્તિયુક્ત નથી.
તેજ બતાવે છે –કેટલાક પ્રાણીઓ દેવપણે ઉત્પન્ન થાય છે તે કેટલાક નારકીપણે ઉત્પન્ન થાય છે, કેટલાક બ્રાહ્મણપણે તો કેટલાક શ્લેષ્ણપણે ઉત્પન્ન થાય છેકેટલાક પુરુષપણે તે કેટલાક સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે, કેટલાક ભેગને ભેગવે છે, તે બીજા રીમુખવાળા થઈ ગેને ભગવે