________________
પ્રબોધ ચિંતામણિ
[ ૭૩ ]
છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે (કેમળ શય્યામાં સુવું વિગેરે) કરવાથી નિશ્ચ ઇંદ્રિયનું પિષણ થાય છે, અને ઈંદ્રિયની પુષ્ટિ થવાથી સંસારરૂપ સમુદ્રની વૃદ્ધિ થાય છે. દિશાઓના વિભાગને પણ નહીં જાણનારા પુરૂએ બીજાને માગનું નિરૂપણ કરવું (રસ્તો બતાવ) એ જેવી રીતે અનુચિત છે તેમ મેક્ષ અને સંસારનો ભેદ નહીં જાણનારાઓએ ગુરુપણું ધારણ કરવું એ અગ્ય છે. મેક્ષને નામે ભેળા લેકેને સંસારરૂપ કુવામાં ફેંકતા આ ધૂર્ત લોકોનો વિશ્વાસ કરવો તે મને ઉચિત નથી. “એમ વિચાર કરીને તે (નિવૃત્તિ) ત્યાંથી ચાલવા લાગી. આગળ ચાલતાં કાપાલિક, નાસ્તિક, નીલપટ, કુંભચટક અને આરહમાણક વિગેરે જે જે મને તેણે જોયા તે સર્વે મહરાજાના મિત્ર છે એમ જાણું વૈરીના પક્ષપાતીઓનો પણ વેરીની માફક તેણે દૂરથીજ ત્યાગ કર્યો.
આ પ્રમાણે ભમી ભમીને ઘણી થાકી ગયેલી અને વિશ્રામની ઇચ્છાવાળી નિવૃત્તિને દુરાત્માઓથી દુખે પામી શકાય (ખરાબઆચરણવાળાઓને ન પામી શકાય) તેવું પ્રવચન નામનું શહેર મળ્યું જેમાં મનહર ચારિત્ર નામના મહેલ ઉપર રહેલા ધર્મધ્વજે (રજોહરણ) જેવા માત્રથી પણ મનુષ્યના પરિશ્રમને શમાવે છે. જ્યાં પવિત્ર આશયવાળા ઉત્તમ પુરૂષ ઉપદેશના મિષથી પાપકર્મરૂપ ચંડાળની અંદર પ્રવેશ જ અટકાવે છે. જ્યાં મધ્યભાગની અંદર સાધુ લેકે રહે છે અને બહારના ભાગમાં સમ્યગ્ર દષ્ટિ જીવે છે, જેની સાથે ઈંદ્રો પણ મિત્રતા કરવાની અભિલાષા રાખે છે. નિરંતર