________________
[૬૮]
પ્રબોધ ચિંતામણિ છે, કેટલાક બુદ્ધિમાં બૃહસ્પતિને પણ હઠાવે એવા હેય છે, ત્યારે બીજા કેટલાએક મૂખ હેય છે. કેટલાક કુમી કીડા, અને પતંગીઆ આદિ થાય છે ત્યારે બીજા કેટલાએક ઘોડા અને હાથી વિગેરે થાય છે. જે એકજ આત્મા હોય તે આવા પ્રકારનું વિશ્વનું વિચિત્રપણું કેમ ઘટી શકે ? વળી તેનીજ સિદ્ધિને માટે તેને પંડિતોએ જળ અને ચંદ્રનું જે દૃષ્ટાંત કહ્યું છે તે પણ બાળકના આલાપની માર્કી યુક્ત નથી. કારણકે તે યુક્તિથી સિદ્ધ થાય તેવું નથી.
જુઓ આકાશમાં ચંદ્ર ઉદય પામે છે, અસ્ત થાય છે, ઢંકાઈ જાય છે, રાહુથી ગ્રસિત થાય છે, દુર્બળ થાય છે અને પુષ્ટ થાય છે. આ સર્વ (ઉદય, અસ્ત, ઢંકાવું પ્રસાવું, દુબળ થવું અને પુષ્ટ થવું) જળના વાસણમાં દેખાતા ચંદ્રને પણ થાય છે અર્થાત્ તેજ પ્રમાણે જળના વાસણમાં દેખાતે ચંદ્ર પણ ઉદય પામે છે, અસ્ત થાય છે, ઢંકાય છે, ગ્રસિત થાય છે, દુર્બળ થાય છે અને પુષ્ટ થાય છે. પરંતુ તેવી રીતે આત્માના સંબંધમાં કાંઈ થતું નથી; અર્થાત્ એક આત્મા મેક્ષે ગયે કે એક દુઃખી થયે તે તે પ્રમાણે સર્વ મેક્ષે જવા જોઈએ અગર સર્વ દુઃખી થવા જોઈએ. આ માંહેનું કાંઈપણ થતું નથી. માટે જળ અને ચંદ્રનું દૃષ્ટાંત બાળકના આલાપની માફક યુક્તિરહિત છે; અને કર્મની વિચિત્રતા સિદ્ધ હોવાથી અનેક આત્મા સિદ્ધ થાય છે. “જેમ સમુદ્રમાં કલ્લે ઉન્ન થાય છે અને અદશ્ય થાય છે (પણ સમુદ્ર એકજ છે) તેમ આ સર્વ એક આત્માના વિશેષ છે પણ તેનાથી તે જુદા નથી.” એ પ્રમાણે તેઓ કહેતા હોય તો