________________
[ ૬૪]
પ્રબંધ ચિંતામણિ
--
બ્રાહ્મણો ઉલ્લેષણા કરે છે તે મારવાના વ્યાપાર વિનાજ આ બકરાઓ પ્રાણથી મુક્ત થાઓ, અર્થાત્ તે માર્યા વિના જ મરી જવા જોઈએ. વળી જે વેદ સંબંધી મંત્રેની શક્તિ પ્રમાણ સહિત હોય તે આ બ્રાહ્મણથી મરાતા બકારાઓને કિંચિત્ પણ વેદના ન થવી જોઈએ. તેમજ જે વેદ સંબંધી મંત્રમાં અતિ શયવાળી શક્તિ છે તે શાંતિને માટે વાઘને હોમવાથી શામાટે દેવ તૃપ્ત થતા નથી? ઉત્સાહ વિનાની દૃષ્ટિવાળા અને બરાડા નાંખતા બકરાએ ને નિર્દયપણે મારીને ધર્મ કરનારા આ યાજ્ઞિકે કસાઈને પણ ઓળંગી જાય છે. (કેમકે કસાઈ જીવને મારીને ધમ કહેતા નથી અને આ લોકે તે ધર્મ કહે છે. વળી જે વેદના મંત્રવડે યજ્ઞમાં હોમાયેલાં પ્રાણીઓ સ્વર્ગમાં જતાં હોય તે, ઈષ્ટ છે સ્વર્ગ જેને એવાં પિતાનાં વહાલાં માતપિતાઓ વડે તે યજ્ઞ કરાવે જોઈએ, (અર્થાત્ વહાલાં માતપિતાને સ્વર્ગમાં પહોંચાડવા માટે તેમને યજ્ઞમાં હોમ કર જોઈએ.) વેદના મંત્રવડે પરણેલી સ્ત્રીઓનું પણ વિધવાપણું જોઈને કર્યો વિદ્વાન પુરૂષ વેદનું નિર્દોષપણું માન્ય કરશે? કેઈ નહીં કરે.
જ્યાંસુધી વેદના કહેવાવાળામાં રાગદ્વેષાદિના અભાવને સુનિશ્ચિય ન થાય ત્યાંસુધી વેદવાક્યમાં સત્ય પ્રતીતિ અમે તે રાખી શકતા નથી. જે વેદને “પુરૂષથી પેદા થયેલ નથી.” એમ કહે છે તેઓ ઉલટા વેદ ઉપરથી વિશ્વાસ ઉડાડી નાખનારા વેદના શત્રુઓ છે; કેમકે પ્રમાણિક પુરૂષનાં વચનથી જ જગતમાં વિશ્વાસ પેદા થાય છે. પાંખ, નખ, દાઢા કે પગના બળ વિનાના બકરાઓને યજ્ઞમાં હોમીને