________________
[ ૬૨]
પ્રબંધ ચિંતામણિ
અને સમસ્ત વસ્તુના સમૂહનો સાક્ષી સંગ નામનો દાણ લેવાવાળો છે. પાખંડીઓના સંસ્તવ (પરિચય કરવા) રૂપ વિઠ્ઠશાંતિમા તસર પુરોહિત છે. ગૌરવ નામના રસનો ગર્વ, રિદ્ધિનો ગર્વ અને સુખનો ગર્વ કરવા રૂપ ત્રણ ગૌરવો) દયાને સ્પર્શ પણ નહીં કરનારા એવા બંદીખાનાનું રક્ષણ કરવાવાળા ગુણિપાળે છે તેને ઘણે વહાલે આવીસ નામનો શય્યાનું રક્ષણ કરનાર છે, અને કૂર બુદ્ધિવાળે તેમજ ઘડાનો સંગ્રહ કરવાવાળે શ્રાપ નામનો પાણીનો અધિકારી છે. અનેક પ્રકારના રસ (શંગારાદિની વૃદ્ધિ કરવામાં નિપુણ કુકવિરૂપ રઇયા છે. અને મુખથી રાગની જાગૃતિ કરતો પ્રેમાલાપ નામનો ગીધર (પાનબીડા દેવાવાળ) છે. તે મહારાજા)ની સભામાં હર્ષ અને શેક નામના બે મલ્લે . આપસમાં યુદ્ધ કરે છે અને મર્યાદારહિતપણે પડવા અને ઉઠવારૂપ કૌતુકના કારણભૂત છે. નિરંતર તેની પાસે રહેનારા દુષ્ટ અધ્યવસાય નામના સુભટો છે; જેઓ ચારે દિશાએ ફરીને મનુષ્યને ઉન્મા લઈ જાય છે. આત્મક, પરાક્ષેપ એ આદિ તેના મુખ્ય ભાઈઓ છે, તેઓ જેમ વરસાદ વાયુને અનુસરીને વર્તે છે, તેમ તે (મેહ)નેજ અનુસાર વર્તન કરે છે. '
આ પ્રમાણે મહરાજ ની નવી પ્રભુતા સાંભળીને નિવૃત્તિ (વિવેક નામના પિતાના પુત્ર સહિત પવન થકી પણ વેગવાળી થઈ. (અથતુ ઘણું ઉતાવળી દૂર જવા લાગી). દોડવાપૂર્વક લાંબો માર્ગ ઉલ્લંઘન કરવાથી તે ઘણી થાકી ગઈ; તેથી તે